શહેરના સોલા વિસ્તારમાં રાજસ્થાનથી કામ માટે આવેલી યુવતી સાથે યુવકે પ્રેમ સંબંધ બાંધ્યો હતો જે બાદ યુવતીને લગ્નની લાલચ આપીને યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. આમ યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.જે બાદ યુવતીએ લગ્નનું કહેતા યુવકે લગ્ન માટે ના પાડી દીધી હતી જેથી યુવતી રાજસ્થાન ગઈ હતી અને ત્યાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે ફરિયાદ અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવી હતી. સોલા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
નવ લોકોએ ભેગા મળીને એક જ પરિવારના 4 લોકોને ફટકાર્યા, યુવતીની છેડતી પણ કરી
શહેરના પૂર્વ વિસ્તારમાં એક પરિવારના ચાર સભ્યોને નવ લોકોએ ભેગા મળીને માર માર્યો હતો ઉપરાંત પરિવારની યુવતીની શારીરિક છેડતી પણ કરી હતી.નવ લોકોએ માર મારતા આધેડને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે 9 લોકો સામે રાયોટિગ અને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 52 વર્ષના આધેડ કડીયા કામ કરે છે અગાઉ તેઓ કુબેરનગરમાં રહેતા હતા ત્યારે ઝગડો થતા 3 મહિના અગાઉ ઘર બદલીને ઠક્કરનગરમાં રહેવા આવ્યા હતા ત્યારે તેઓ ઘરેથી નીકળતા હતા ત્યારે જુના ઘર પાસે રહેતા 9 લોકો આવ્યા હતા અને જૂની અદાવતમાં આધેડને લોખડની પાઇપ વડે માર માર્યા હતા અને ગાળો આપી હતી ત્યારે આધેડની દીકરી વચ્ચે પડતા દીકરીને પણ ખેંચી લીધી હતી અને તેની છેડતી કરી હતી.આધેડની બીજી દીકરી અને તેમની પત્નીને પણ માર માર્યા હતા.આધેડને પાઇપ વડે ફટકારતા તેમને લોહી આવવા લાગ્યું હતું જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આધેડે સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 9 લોકો સામે રાયોટિંગ,મારમારી તથા છેડતીનો ગુનો નોંધાવ્યો છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
UPSCની પરીક્ષા આપવા આવેલ કર્મચારીનું BRTSમાંથી પાકીટ ચોરાયું
વડોદરા રેલ્વે વિભાગમાં ડીઆરાએમમાં ડિપો સામગ્રી અધિક્ષક તરીકે ફરજ બજાવતા શિવાશુ ત્રિવેદી UPSC ની પરીક્ષા આપવા રેલ્વે દ્વારા વડોદરાથી અમદાવાદ આવ્યા હતા.અમદાવાદમાં તેમને જોધપુર ખાતે જવાનું હતું.જોધપુર જવા તેઓ BRTS બસમાં બેઠા હતા. આસ્ટોડીયા ખાતેના BRTS બસ સ્ટેશન ખાતેથી તેઓ ટીકીટ લઈને પાકીટ ખિસ્સામાં મૂક્યું હતું જે બાદ બસમાં ગયા ત્યારે પાકીટ ખિસ્સામાં ના હોવાનું તેમને લાગતા ચેક કર્યું હતું ત્યારે ખિસ્સામાં પાકીટ નહોતું જેથી તેમને આસપાસ તપાસ કરી પણ પાકીટ મળ્યું નહોતું જેથી પાકીટ ચોરી થઈ ગયું હોવાનું તેમને જાણ થઈ હતી. પાકિટમાં 7000 રોકડ અને તેમના અસલ ડોક્યુમેન્ટ પણ હતા જેથી પાકીટ ચોરી મામલે તેમને ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ખાડીયા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
સરખેજમાં હદના વિવાદમાં કિન્નરો વચ્ચે મારામારી
શહેરમાં હદને લઈને કિન્નરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં દક્ષાદે પાવૈયા નામના કિન્નરે યજમાન વૃત્તિ માટે સવારે ગયા હતા ત્યારબાદ તેઓ ગેલજીપૂરા જવાના રસ્તા પર બપોરે ઉભા હતા. ત્યારે એક રીક્ષા આવી હતી જેમાં સોનમમાસી, પ્રિયા માસી અને આરોહી માસી આવ્યા હતા અને દક્ષાદેને કહ્યું કે, આ ભાગ તમે છોડી દો. જેથી દક્ષાદેએ ના પાડતા રિક્ષામાં આવેલ ત્રણેય કિન્નરો ઉશ્કેરાઈ ગયા હતા અને દક્ષાદેને ગડદા પાટુનો મારમારવા લાગ્યા હતા. આ દરમિયાન દક્ષાદેના કાનમાં રહેલી બુટ્ટી પણ ખેંચીને લૂંટી લીધી હતી. જે બાદ ત્રણેય કિન્નરો રિક્ષામાં બેસીને નાસી ગયા હતા. આ મામલે દક્ષાદેએ સરખેજ પોલીસ સ્ટેશન જઈને ત્રણેય કિન્નર સામે ફરિયાદ નોંધાવી છે.
પેસેન્જરને રિક્ષામાં બેસાડી રોકડ-દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાઇ
ક્રાઈમ બ્રાન્ચે રિક્ષામાં એકલ દોકલ બેસાડીને પેસેન્જરની નજર ચૂકવીને રોકડ રકમ કે દાગીના ચોરી કરતી ગેંગના 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સારંગપુર પાસેથી એક રીક્ષા તથા રૂ. 30,450 રોકડ રકમ સાથે ઇકબાલ, શાહરુખ, તોષીફ તથા અન્ય એક ઇસમની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ એક પેસેન્જરને રિક્ષામાં બેસાડીને તેની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી 45,000 રૂપિયા ચોરી કર્યા હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ઇસનપુરની ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો
ઇસનપુરમાં 5 મોબાઈલ ફોન, રોકડ રકમ,દાગીના સહિત 1.66 લાખની ચોરી થઈ હતી. જે મામલે પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ દ્વારા પ્રકાશ દેવીપૂજક નામના આરોપીએ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપી પાસેથી 9 મોબાઈલ ફોન,સોનાની ચેન તથા રોકડ 21,000 રૂપિયા મળ્યા હતા. પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે ઇસનપુરની ઘરફોડ ચોરીનો ભેદ તો ઉકેલાયો હતો. પરંતુ અન્ય મુદ્દામાલ અંગે તપાસ કરતા ઇસનપુરમાં 108માંથી ચોરી કર્યો હતો તથા મણિનગરના ઘરમાંથી પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપીની ધરપકડ કરીને હાલ પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે અને અન્ય કઈ કાઈ ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ગોવા ટુર પેકેજના નામે સુરતની મહિલાએ 81000ની છેતરપિંડી કરી
શહેરના એક પરિવારના 9 સભ્યોને ગોવા ટુર પેકેજ 81,000માં કરી આપવાનું કહીને પૈસા લીધા બાદ મહિલાએ ટુર પેકેજ કરી ન આપ્યું અને પૈસા પણ પાછા આપ્યા નહોતા. આમ પૈસા લઈને પેકેજ ના કરાવી આપનાર સુરતની મહિલા સામે અમદાવાદના નરોડમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નરોડામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દરજીએ લીના નામની મહિલા પાસેથી ગોવા જવાનું ટુર પેકેજ બુક કરાવ્યું હતું. જે માટે મહિલાને એક વ્યક્તિ દીઠ 9000 એમ કુલ 9 વ્યક્તિના 81,000 ચૂકવવાના હતા.દીપકભાઈએ અલગ અલગ ખાતામાં 81,000 રૂપિયા આપ્યા હતા.81000 આપ્યા છતાં ટુર પેકેજ બુક કરનાર સુરતની માહિલા લીનાએ ટુર માટે વાયદા કર્યા હતા.વાયદા કર્યા છતાં ગોવા નહોતી લઇ ગઈ, જે બાદ કહ્યું કે તમારી ટિકિટ કે પેકેજ બુક થયું નથી. જેથી પૈસા પરત આપી દઈશ.પૈસા પરત આપવાનું કહીને પૈસા આપવા પણ વાયદા જ કર્યા હતા અને હજુ સુધી પૈસા આપ્યા નહોતા. જેથી દિપકભાઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં સુરતની લીના નામની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.