મ્યુનિ. વિરોધપક્ષના નેતા બદલવા માટે કોંગ્રેસના કોર્પોરેટરનો બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે 9 જેટલા કોર્પોરટરની યોજાયેલી બેઠકમાં નવા વિરોધપક્ષના નેતા માટે એક વર્ષ પછી નવાને તક આપવાની વાતને પ્રદેશ પ્રમુખને પણ યાદ અપાવવામાં આવી હતી. આગામી દિવસોમાં આ બાબતે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિ. વિરોધપક્ષના નેતાની નિમણુંક માટે બે વર્ષ પહેલા ભારે વિવાદ ઉભો થયો હતો. કોંગ્રેસ મોવડીમંડળ કોર્પોરેટર સહજાદનખાનનું નામ જાહેર કર્યું હતું. જેના વિરોધમાં રહેલા કોર્પોરેટરોએ કોંગ્રેસના અગ્રણી નેતાને રજૂઆત કરી અમારા 10 પૈકી કોઇ પણ એક વ્યક્તિને તમે કોર્પોરેટર બનાવો, પરંતુ શહેજાદખાન પઠાણ સામે અમને વાંધો છે. જોકે એક વર્ષ પછી શહેજાદખાન પઠાણને બદલે આ 10 પૈકી કોઇ પણ એક કોર્પોરેટરને વિપક્ષનેતા માટેની તક આપવામાં આવશે. જેથી આ અંગે 9થી વધુ કોર્પોરેટરોએ બેઠક કરી ફરીથી તે વાત યાદ કરાવી અને મ્યુનિ.માં વિરોધપક્ષના નેતા તરીકે નવું નામ જાહેર કરવા રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.