તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કોચ એટેન્ડેન્ટના અપહરણ અને ખંડણી કેસમાં રેલવે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના અંગે જીઆરપીના ઈન્ચાર્જ પીઆઈ આર.એમ.દવેએ જણાવ્યું કે, લિનન વિભાગમાં કામ કરતા એટેન્ડેન્ટ આશિષ વિનોદસિંહ ક્ષત્રિયનું કેટલાક લોકોએ 31 ઓક્ટોબરે સ્ટેશન પરથી પૈસા પડાવવાના ઉદ્દેશથી બાઈક પર અપહરણ કરી અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેને ગોંધી રાખી પાકીટ અને મોબાઈલ લૂંટી લઈ તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની માગણી કરી હતી.
જોકે આશિષના પરિવારે પોલીસને જાણ કરી હોવાની આરોપીઓને શંકા જતા તેમણે બેઝબોલ, સ્ટમ્પ, પંચ જેવા હથિયારથી મૂઢ માર મારી બેહોશ હાલતમાં આશિષને સરસપુર રોડ પર કચરાના ઢગલા પાસે ફેંકી નાસી છૂટ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલસીબી,સર્વેલન્સ સ્ક્વોડ સહિત પોલીસે તપાસ હાથ ધરતા મનીષ ગુપ્તા,મઝહર ફારૂક,અજય રાજપૂત,વકાર સૈયદ,ઇસ્લામુદ્દીન ઘાંચી,સોહેલ અહેમદ શેખ,આસિફ શેખ,મોહમંદ આમીર અંસારી અને તૌફિક શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.