તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસમાં ભડકો:મારા મોટા ભાઈ હાર્દિક સાથે ખૂબ ગેરવર્તન થાય છે, તેની રાજકીય હત્યાનું કાવતરું કરી રહી છે કોંગ્રેસ: નિખિલ સવાણી

અમદાવાદ24 દિવસ પહેલા
પત્રકાર પરિષદ યોજી નિખિલ સવાણીએ હાર્દિક પટેલને લઈને આક્ષેપ કર્યો
  • નિખિલ સવાણીએ કોંગ્રેસનો વાંક ગણાવ્યો, પણ વહેલા કોંગ્રેસ કેમ ન છોડી એનો તેની પાસે કોઈ જવાબ જ નથી

કોંગ્રેસમાં અંદરોઅંદરની વાત સપાટી પર આવી રહી છે. એમાં હાર્દિક પટેલનો જમણો હાથ ગણાતા નિખિલ સવાણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. નિખિલનો દાવો છે કે તેના મોટા ભાઈ સમાન હાર્દિક પટેલની સ્થિતિ કોંગ્રેસમાં સારી નથી. બીજી તરફ, તેણે યુથ કોંગ્રેસના ઇલેક્શનમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કર્યા છે. કોઈ હાર્દિકને પાર્ટીમાં મહત્ત્વ નથી આપતું એવો સનસનીખેજ આક્ષેપ વચ્ચે કોંગ્રેસ જણાવ્યું હતું કે બે-ચાર વર્ષથી પાર્ટીમાં આવેલી વ્યક્તિ માત્ર હોદ્દા મેળવ્યા બાદ કઈ યોગદાન આપ્યું નથી. હવે આવા દલબદલું લોકો ખોટી ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે. મારા મોટા ભાઈ હાર્દિક સાથે ખૂબ ગેરવર્તન થાય છે, કોંગ્રેસ તેની રાજકીય હત્યાનું કાવતરું કરી રહી છે.

યુથ કોંગ્રેસ અને NSUI સામસામે
ગુજરાત કોંગ્રેસમાં વિવાદ રોકાવાનું નામ લેતું નથી. યુથ કોંગ્રેસ અને NSUIના કેટલાક નેતાઓ હવે સામસામે આવી ગયો છે. કોંગ્રેસમાં વિવાદ અને કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે યોગ્ય વર્તન ન થતું હોવાની વાત નિખિલ સવાણીએ કરી છે.

અગાઉ નિખિલે ભાજપ સાથે છેડો ફાડી ચૂક્યો છે.
અગાઉ નિખિલે ભાજપ સાથે છેડો ફાડી ચૂક્યો છે.

નિખિલ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયો હતો
નિખિલ સવાણી અગાઉ ભાજપમાં હતો. ત્યાર બાદ સુરતના ઉદ્યોગપતિ સાથે ઘરોબો ધરાવતા નિખિલ પક્ષપલટો કરીને કોંગ્રેસમાં આવી ગયો અને હાર્દિકની નજીક હોવાથી તેને હોદ્દો પણ મળ્યો હતો. આ દરમિયાન તેને તેની પત્ની ડોનિકાને પણ કોર્પોરેશનના ઇલેક્શનમાં ટિકિટ અપાવી હતી, પણ અચાનક કોંગ્રેસ સાથે છેડો ફાડવા પાછળ નિખિલ ફરી પક્ષપલ્ટો કરે એવી વિગત સૂત્રોએ જણાવી છે.

કોંગ્રેસમાં રૂપિયાવાળાના દીકરા જ આગળ આવે
નિખિલ સવાણીએ આજે 3 સ્ટાર હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને કોંગ્રેસમાં ભ્રષ્ટાચારની વાતો કરી હતી. એટલું જ નહીં, કોંગ્રેસમાં રૂપિયાવાળાનો દીકરો જ આગળ આવી શકે અને હાર્દિક પટેલને રીતસર ઇગ્નોર કરવામાં આવે છે, એવો પણ દાવો નિખિલ સવાણીએ કર્યો છે.

ખોટી વાત કરી બ્લેકમેઇલિંગની સ્ટ્રેટેજી
આ આક્ષેપ વચ્ચે કોંગ્રેસ તરફથી યુથ કોંગ્રેસના નેતા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે લોકો દલબદલું પોતાની ખોટી વાત કરીને બ્લેકમેઈલિંગની સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છે. જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેમણે પોતે માત્ર પાર્ટી પાસેથી લીધું છે, પણ પાર્ટીને કંઈ આપ્યું નથી.

યુથ કોંગ્રેસમાં નિખિલ ઉપ-પ્રમુખ હતો.
યુથ કોંગ્રેસમાં નિખિલ ઉપ-પ્રમુખ હતો.

રાજપૂત જૂથનો અસંતોષ યુથ કોંગ્રેસની બેઠકમાં દેખાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મંગળવારે (6 જુલાઈએ) મળેલી બેઠકમાં સાંજે 4 કલાક આસપાસ યુથ કોંગ્રેસમાં 35 વર્ષની વય મર્યાદા હોવા છતા 35 વર્ષથી વધુની વયના નિખિલ સવાણી જૂથના નેતાઓને યુથ કોંગ્રેસના પ્રમુખ બનવાની છૂટ અપાઇ હતી. આ બાબતને લઇને યુથ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જૂથના નેતાઓને અસંતોષ હતો. આ બાબતે નિખિલ સવાણી અને રાજપૂત જૂથના નેતાઓ વચ્ચે ચકમક ઝરતાં છેવટે નિખિલ સવાણી- વિશ્વનાથ વાઘેલાને ગુલાબસિંહ રાજપૂત જૂથના યુવક નેતાઓએ લાફા ઝીંકી દીધા હતા. સવાણી-વાઘેલાએ વળતો પ્રહાર પણ કર્યો હોવાનું ઘટના વખતે હાજર સૂત્રોનું કહેવું છે.

સવાણી-વાઘેલાને પ્રમુખ બનાવવાની ખેંચતાણ હતી
યુથ કોંગ્રેસમાં સભ્ય થવાની 35 વયની મર્યાદા હતી, એ વધારીને 37 સુધીની કરી હતી. રાજપૂત જૂથના યુવકોનું કહેવું એવું હતું કે ચોક્કસ નેતાઓને સમાવવા 35ને બદલે 37 વર્ષ અથવા 40 વર્ષ કરો, જેથી અન્ય નેતાઓને પણ લાભ મળે. આ બાબતે નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલા દલીલ કરવા માટે ઊભા થતાં રાજપૂત જૂથના યુવકો ઉશ્કેરાઇ ગયા. તેમની અને સવાણી-વાઘેલા વચ્ચે ઘર્ષણ થયું હતું.