પોલીસનો એક્શન પ્લાન:રથયાત્રા પૂર્વે અમદાવાદમાં કમિશનર સહિત તમામ અધિકારીઓનું નાઈટ પેટ્રોલિંગ, શહેરમાં ડ્રોન સર્વેલન્સ શરૂ

અમદાવાદએક મહિનો પહેલા

રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ ગઈકાલે મોડી રાતે રસ્તા પર પેટ્રોલિંગ માટે ઉતર્યા હતા. સરપ્રાઈઝ વિઝિટના કારણે કેટલાક વિસ્તારમાં પોલીસ કર્મચારીઓમાં હાલની સ્થિતિ વિશે વાકેફ કરવામાં આવ્યા હતા. આ અંગે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રથયાત્રા આવી રહી છે ત્યારે શહેરમાં કેટલાક ભાંગફોડીયા તત્વોને તાત્કાલિક અસરથી કંટ્રોલ કરવા તેમજ રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય અને ભગવાન જગન્નાથના પ્રહલાદ દરમિયાન લોકો તેમના દર્શન શાંતિપૂર્વક રહે તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ તૈયારીનો એક ભાગ છે.

અન્ય સમાચારો પણ છે...