અમદાવાદમાં નાઈટ મેરેથોન:શહેરમાં 21 જાન્યુઆરીએ નશા મુક્તિ જાગૃતતા માટે થ્રિલ એડિકટ નાઈટ મેરેથોન, 72 હજાર લોકોએ કર્યું રજીસ્ટ્રેશન

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેર પોલીસ દ્વારા થ્રિલ એડિકટ નાઈટ મેરેથોન યોજાશે. અમદાવાદમા શહેરમાં નશા મુક્તિ જાગૃતતા માટે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 21 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે નાઈટ મેરેથોન થવાની છે. રિવફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ મેરેથોનનું આયોજન કરવામાં આવશે. મેરેથોન માટે અત્યાર સુધમાં 72 હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. અગાઉ આયોજિત આ મેરેથોન રદ થતા હવે આ મેરેથોન આગામી 21 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે નાઇટ મેરેથોન આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા 5, 10, 15 કિમિ સુઘીની દોડ રહેશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મેરેથોનની શરુઆત કરાવવાના છે. મેરેથોનમાં જીતનાર ખેલાડીઓને ઇનામ પણ આપવામાં આવશે સાથે સાથે ફિલ્મી કલાકારો પણ આ મેરેથોનમાં હાજર રહેવાના છે. મેરેથોનના દિવસે સાંજે સુભાષબ્રિજ આરટીઓ તરફના રસ્તાને ડાયવર્ઝન પણ આપવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રીના હસ્તે મેરેથોનનું ઉદ્ઘાટન
અમદાવાદ શહેર પોલીસ દ્વારા થ્રિલ એડિકટ નાઈટ મેરેથોન દોડ યોજાશે. અગાઉ આયોજિત આ મેરેથોન રદ થતા હવે આ મેરેથોન આગામી 21 જાન્યુઆરીએ સાંજના સમયે યોજાશે. થ્રિલ એડિક્ટ મેરેથોનનું ઉદ્ઘાટન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરાવશે. આ મેરેથોન 5, 10, 15 કિમીની રહેશે. જેમાં અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેશે. તેમના માટે જુદા જુદા સ્ટેજ બનાવવામાં આવશે. તો સાથે જ ચીપથી ટાઈમ રજીસ્ટર થશે, જેના થકી રોકડ ઇનામ આપવામાં આવશે. અત્યાર સુધીમાં આ મેરેથોનમાં 72 હજારથી વધુ લોકોના રજિસ્ટ્રેશન થયા છે. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી શરૂ થનાર આ મેરેથોનને લઈને અમુક રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે.

નાઈટ મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થશે
અમદાવાદમાં હાફ મેરેથોન દોડ યોજવા મુદ્દે શહેરના jcp નીરજ બડગુજરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અગાઉ 27 ઓગસ્ટ, 2022ના રોજ 15 કિમીની નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનિવાર્ય સંજોગોના કારણે રદ થયેલ હતું. હવે 21 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે યોજાશે. જેમાં 5 કિ.મી., 10 કિ.મી. અને 15 કિ.મી.નું આયોજન કરવામાં આવેલ છે. આ નાઈટ મેરેથોન રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થશે.

બેન્ડ અને સ્ટેજ પર્ફોમન્સનું પણ આયોજન
આ મેરેથોનની શરૂઆત ગૃહમંત્રી હર્ષ સંઘવી કરાવશે. જેમાં 5 અલગ-અલગ સ્ટેજ બનાવવામાં આવશે. જેમાં સેલિબ્રિટીના સ્ટેજ પણ અલગ બનાવવામાં આવશે. તેમજ રસ્તામાં બેન્ડ અને સ્ટેજ પર્ફોમન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 72 હજાર જેટલું રજીસ્ટ્રેશન થયું છે. આ રજીસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે. તેમજ પ્રથમ, દ્વિતીય, તૃતીય માટે પ્રાઈઝ મની રાખવામાં આવેલ છે. જેમાં પુરૂષ-સ્ત્રીની કેટેગરી અલગ રાખવામાં આવી છે. દરેક દોડવીરના પગમાં ચીપ લગાવવામાં આવશે. રસ્તામાં અમુક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તેમજ આંબેડકર બ્રીજને બંધ રાખવામાં આવશે.

યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો મેસેજ
પોલીસે આ લોકો માટે ચુસ્ત બંદોબસ્તનું પણ આયોજન કર્યું છે. અમદાવાદ અને ગુજરાત પોલીસ આ ઈવેન્ટને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જાનારી ભવ્યતા અપાવવા કમર કસી રહી છે. જેનું આયોજન ડ્રગ્સની બદીની નાબૂદી માટે થઈ રહ્યું છે. મેરેથોન દોડનો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો તેમજ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...