તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
અમદાવાદના શ્રેય અગ્નિકાંડ મામલે કે.એ.પૂજ તપાસ પંચ શ્રેય હોસ્પિટલની મુલાકાત લેશે.જસ્ટિસ જી.આર. ઉધવાનીના અવસાનને પગલે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટ બંધ. તેમજ ખેડૂત આંદોલનને પગલે બાંદ્રા-અમૃતસર ટ્રેન ચંદીગઢથી પરત ફરશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
આ 5 ઘટના પર રહેશે નજર
1)રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાની શક્યતા, ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય થઈ શકે 2) અમદાવાદના શ્રેય અગ્નિકાંડ મામલે કે.એ.પૂજ તપાસ પંચ શ્રેય હોસ્પિટલની મુલાકાત લેશે 3) જસ્ટિસ જી.આર. ઉધવાનીના અવસાનને પગલે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટ બંધ રહેશે 4) ખેડૂત આંદોલનને પગલે બાંદ્રા-અમૃતસર ટ્રેન ચંદીગઢથી પરત ફરશે. જ્યારે અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ ટ્રેન અમૃતસર તરન તારન-વ્યાસના રૂટ પર ચાલશે 5)રાજકોટની 192 બેડની ઓક્સિજનની વ્યવસ્થા સાથેની કેન્સર હોસ્પિટલ ફરી કોવિડ-19 હોસ્પિટલ તરીકે શરૂ
હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર સુરતની મહિલા PSIની અંતિમવિધિ, પરિવારજનોનું હૈયાફાટ રુદન
સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા 33 વર્ષીય મહિલા PSI અમિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. રવિવારે તેઓની અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં પોલીસ સહિત પરિવારજનો જોડાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર
2) નસવાડીમાં આચાર્યની હત્યા કરનારા શિક્ષકનો પણ આપઘાત, આચાર્યની હત્યાના ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં લિંડા સ્કૂલના આચાર્ય પિતરાઈ ભાઇની હત્યા કરનાર આરોપી શિક્ષકે કુવામાં કૂદીને આપઘાત કર્યો છે. આચાર્યની હત્યાના ત્રીજા દિવસે આજે નસવાડીની અશ્વિન નદી પાસે હરીપુરાની સીમના અવાવરું કુવામાંથી મળ્યો છે. પિતરાઈ ભાઇની હત્યા કર્યાં બાદ પોતાની ભૂલની ભાન થતાં લાગી આવતા શિક્ષકે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
3) દોઢ વર્ષની અંદર મોરબીવાસીઓને એરપોર્ટ મળશે, નાગરિક ઉડ્ડયન વિભાગે જમીનનો કબજો મેળવ્યો
મોરબીવાસીઓની વર્ષો જૂની માંગ હવે પૂર્ણ થશે. બસ એક કે દોઢ વર્ષે મોરબીવાસીઓને એરપોર્ટ મળે તેવી ઉજળી સંભાવનાઓ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. કારણ કે ઉડ્ડયન વિભાગની ટીમે રાજપર ગામે સ્થળ વિઝીટ લઈને એરપોર્ટની જમીનનો કબજો મેળવી લીધો છે.
વાંચો સમાચાર વિગતવાર
4) લેડી સિંઘમ જેવી છાપ પણ સ્વભાવે સંવેદનશીલ, છેલ્લા 5 દિવસથી ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મૂકતા હતા
સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના મહિલા PSI અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટનાં ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.જોકે, તેણી સ્વભાવે અતિસંવેદનશીલ હતા. જ્યારે છેલ્લા 5 દિવસથી ઓન ડ્યૂટી નોર્મલ રહેતા અમિતા જોશી સોશિયલ મીડિયામાં જાણે ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મૂકતા હતા.
વાંચો સમાચાર વિગતવાર
5) ચાની કીટલી પર ભડકો થતાં અમદાવાદના શ્યામ શિખર ટાવરની 20 દુકાન ભસ્મીભૂત
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામશિખર કોમ્પ્લેક્સમાં વહેલી સવારે આગ લાગતાં 20 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. આગની સમગ્ર ઘટનાને નજરે જોનાર કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ એવા બાબુભાઇ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નીચે આવેલા શિવમ પાન પાર્લર આગળ આવેલી ચાની કીટલી વાળાએ કીટલી ચાલુ કરી હતી. અચાનક જ ગેસ શરૂ કરતાં જ મોટો ભડકો થયો હતો અને આખી સગડી ઉછળી હતી.
વાંચો સમાચાર વિગતવાર
6) નડિયાદના સિક્યોરિટી ગાર્ડની ડોક્ટર દીકરી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડરનો ખિતાબ જીતી, હવે નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેશે
નડિયાદના સિક્યોરિટી ગાર્ડની ડોકટર દીકરીએ બ્રેવશી રાજપૂતે સૌંદર્યની સ્પર્ધામાં અવ્વલ ક્રમાંક મેળવ્યો છે. ડો. બ્રેવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020માં નોમિનેટ થઇ છે.
વાંચો સમાચાર વિગતવાર
આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રોનો શિલાન્યાસ થશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થશે. બીજીતરફ, સમાજવાદી પાર્ટી કિસાન યાત્રા શરૂ કરશે.
-મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર મુંબઈમાં શરૂ થશે.
-ખેડૂતોના સમર્થનમાં ઓલ પંજાબ ટ્રક ઓપરેટર યુનિયન આજથી માધોપુરમાં અનિશ્ચિત મુદત માટે રોડ જામ કરશે.
-સુપ્રીમ કોર્ટે માસ્ક ન પહેરનારા લોકો પર કાર્યવાહી માટે રાજ્યો પાસેથી સૂચનો માગ્યા હતા. આજે છેલ્લો દિવસ છે. કોર્ટ મોટો નિર્ણય આપી શકે છે.
-જમ્મુ-કાશ્મીરમાં ચોથા ફેઝની ડીડીસી ચૂંટણી
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.