તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં દિવાળી તહેવારો પૂર્ણ થતા જ કોરોના વિસ્ફોટ થયો હતો. જેને પગલે અમદાવાદ શહેરમાં 48 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે આમ છતાં મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર મુખ્ય શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે આ રાત્રિ કર્ફ્યૂનો છેલ્લો દિવસ છે. જો કે 15 દિવસના આ રાત્રિ કર્ફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દૈનિક 1500 જેટલા કેસો સામે આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હજુ પણ ગંભીર સ્થિતિ જ છે. જ્યારે અમદાવાદ શહેરમાં તો 10-12 મોત થઈ રહ્યાં છે. વાસ્તવમાં તો સ્મશાનોમાં અંતિમવિધિ કરવા માટે લાઈનો લાગેલી જોવા મળે છે.
આગામી 25 ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર પણ આવી રહ્યો છે. જો આ જ સ્થિતિ રહી તો પરિસ્થિતિ વણસવાની પુરી શક્યતા છે. જેને પગલે રાજ્યના ગૃહ વિભાગના આંતરિક સૂત્રોએ DivyaBhaskar સાથેની વાતચીત મુજબ આ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.
આવતીકાલે ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક
કોરોનાના વધી રહેલા કેસો મામલે 7મી ડિસેમ્બરે ગૃહ વિભાગની એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ
23 નવેમ્બરે રાત્રિ કર્ફ્યૂ લગાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી હતી. જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.
કોરોના બેકાબૂ બનતા 23 નવેમ્બરે 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
રાજ્યમાં 24 કલાકમાં 1,455 નવા કેસ અને 17 દર્દીના મોત
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વકર્યો હતો પરંતુ હવે કેસો સ્થિર થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 16 દિવસમાં કોરોનાના 12 વાર 1500થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 16 દિવસ બાદ પહેલીવાર 1460થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1455ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 17 દર્દીના મોત થયા છે. જ્યારે 1,485 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે આ સાથે જ સાજા થનારા કુલ દર્દીનો આંક 2 લાખને પાર થયો છે. રાજ્યનો કુલ રિક્વરી રેટ 91.42 ટકા થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 18 હજાર 788 કેસ અને 4081 દર્દીના મોત
સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 82 લાખ 41 હજાર 960 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 18 હજાર 788ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4081એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 12 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,695 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેન્ટિલેટર પર જ્યારે 14,608 દર્દીની હાલત સ્થિર છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.