ગુજરાત સરકારે રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન અને એસઓપી અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યા બાદ જ્યારે ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. હાલ રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધીનો છે, ત્યાં આ જોગવાઇઓ લાગુ પડશે.
ફાઇલ તસવીર
આ ઉપરાંત જન્માષ્ટમીએ મંદિરમાં તથા ગણેશોત્સવના પંડાલોમાં 200 જેટલાં લોકોને દર્શન-પૂજા-આરતી વગેરે માટે હાજર રહેવા માટે છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન પ્રસાદ વિતરણ પણ થઇ શકશે. જોકે આયોજકો અને દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ માટે સૌએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તથા દર્શન માટે મંદિરો અને પંડાલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ઊભાં રહેવાં બે ફૂટના અંતરે કુંડાળા કરવાના રહેશે.જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે પરંતુ મટકી ફોડ કાર્યક્રમ કે લોકમેળા યોજી શકાશે નહીં.
સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. પરંતુ દર્શન પૂજન સિવાય અન્ય કોઇ જ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.
સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની જ છૂટ.
રાજ્યનાં 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રિ કર્ફ્યૂનો અમલ 12 વાગ્યાથી.
ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકો અને એક વાહનને મંજૂરી.
મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.Pનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે
આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે.
મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે.
રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે
રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં
મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે.
સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.
રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.9 મી સપ્ટેમ્બરથી તા.19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ આ મહાનગરોમાં રાત્રે 12 વાગ્યાથી કરાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.