તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નાઇટ કર્ફ્યૂથી હોટેલ ઈન્ડસ્ટ્રીને અંદાજે 1 હજાર કરોડનું નુકસાન, 11 વાગ્યા સુધી હોટેલ ચાલુ રાખવા એસોશિયેશનની માગ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હોટેલો બંધ રહેશે તો બેરોજગારો ગુના તરફ વ‌ળશે

દિવાળી બાદ રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાદવામાં આવતા માંડ માંડ થાળે પડેલા હોટેલ અને રેસ્ટોરાં વ્યવસાયને માઠી અસર થવા લાગી છે. આ ઇન્ડસ્ટ્રીને માસિક 1 હજાર કરોડનું નુકસાન થઇ રહ્યું છે. જ્યારે 70 હજાર લોકો બેરોજગાર બન્યા છે. આ લોકો બેરોજગાર બનીને ગુના તરફ ન વળે તેની સામે સરકારે જલદી નિર્ણય કરે તેવી હોટેલ એસો.એ માગ કરી છે.

શહેરના રેસ્ટોરાં માલિકોએ જણાવ્યુંં છે કે, 4 શહેરોમાં મળીને અંદાજે 5થી 7 હજાર રેસ્ટોરાં અને 500 હોટેલ છે. કર્ફયૂને કારણે ગ્રાહકો ન આવતા અંદાજે 1 હજાર કરોડનું માસિક નુકસાન થઈ રહ્યું છે.

ઈન્ડસ્ટ્રી બંધ રહેતા 70 હજાર બેરોજગાર થયા
હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે, હોટેલ એસો.ની સરકારને માગ છે કે, રાત્રે 11 વાગ્યા સુધી હોટેલ-રેસ્ટોરાંને ચાલુ રાખવાની તેમજ ટેકઅવેને 24 કલાકની પરવાનગી મળે તો આ ઇન્ડસ્ટ્રી ટકી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો