સતત સંઘર્ષમાં રહેતા દેશ નાઇજિરિયાના લો એન્ફોર્સમેન્ટના 30 અધિકારીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પોલીસ એડમિનિસ્ટ્રેશન, સાઇબર ક્રાઇમ, કાયદાને લાગુ કરવાની પ્રક્રિયા વગેરેની તાલીમ મેળવશે. 9 જાન્યુઆરીથી શરૂ થતા બે અઠવાડિયાના પ્રોગ્રામમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની સાથે કાયદાના અનુશાસન વિશે પણ વિશેષ તાલીમ અપાશે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અત્યાર સુધી 40થી વધારે દેશોના અધિકારીઓએ ગુડ ગવર્નન્સ માટેની તાલીમ મેળવી છે. ઉપરાંત અમુક દેશોના પોલીસ અધિકારીઓએ ખાસ સાઇબર ક્રાઇમ, ડ્રગ્સ ટ્રાફિકિંગ વગેરે મુદ્દાઓ પર ટ્રેનિંગ આપી ચૂક્યા છે. કેન્દ્ર સરકારના ફંડ અધિકારીઓ દ્વારા તમામ દેશો સાથે એમઓયુ કરવામાં આવી રહ્યા છે.
40 દેશના અધિકારીઓ તાલીમ મેળવી ચૂક્યા છે
આરઆરયુએ અત્યાર સુધી 40થી વધારે દેશોના અધિકારીઓને તાલીમ આપી છે. જેમાં મુખ્ય તાલીમ જે- તે દેશના પોલીસ અધિકારીઓને અપાઇ છે. નાઇજિરિયાના પોલીસ અધિકારીઓ બે અઠવાડિયાની તાલીમ મેળવશે. આ અધિકારીઓને અત્યાધુનિક ટેક્નોલોજીની સાથે અહીંના કલ્ચરથી પણ વાકેફ કરાશે. > રવિશ શાહ, હેડ - ઇન્ટરનેશનલ કો- ઓપરેટિવ એન્ડ આઉટરીચ ડિવિઝન
આ ક્રાઇમ કંટ્રોલની તાલીમ લેશે
હ્યુમન ટ્રાફિકિંગ ડ્રગ્સ ટ્રાફિકિંગ ફાઇનાન્સિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને કરપ્શન મિટિગેશન સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઇન્ટેલિજન્સ ટ્રેડ ક્રાફ્ટ ફાઇનાન્સિયલ ક્રાઇમ ટેરરિઝમ એન્ટિ મની લોન્ડરિંગ
નાઇજિરિયાની 10 એજન્સી તાલીમ લેશે
નાઇજિરિયાની 10 એજન્સીઓના અધિકારીઓ ટ્રેનિંગ માટે જોડાશે. જેમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, ડ્રગ્સ લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી, ઇમિગ્રેશન વિભાગ, કસ્ટમ વિભાગ, મિનિસ્ટ્રી ઓફ ફોરેન એફેર્સ, ઇકોનોમિક અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમિશન, નાઇજિરિયન પોલીસ ફોર્સ, નેશનલ એજન્સી ફોર પ્રોહિબિટેડ કમિશન, મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સનો સમાવેશ થાય છે.
કંબોડિયન અધિકારીએ લીડરશિપની તાલીમ લીધી
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કંબોડિયાની માઇન્સ એક્શન વિક્ટિમ કમિટીના 19 અધિકારીઓએ માઇન્સને કારણે વિક્ટિમ બનેલા લોકોને ન્યાય અપાવવા અને તેમનું જીવન ધોરણ ઊંચંુ લાવવા માટેની તાલીમ લીધી હતી. બે અઠિવાડિયાની તાલીમમાં અધિકારીઓને લીડરશિપ વગેરે બાબતોની તાલીમ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.