ગુજરાતમાં લૂંટ-ચોરી તેમજ છેતરપિંડીની ઘટના ખુબ જ વધી રહી છે. ખાસ કરીને ઓનલાઈન ફ્રોડના કેસ રાજ્યમાં ખુબ જ વધી રહ્યા છે. ડબલ રૂપિયા કમાવવાની લાલચે લોકો પોતાની જીવનભરની કમાણી ખોઈ બેસે છે. ત્યારે હવે વિદેશથી પણ લોકો ફેક કોલ કરીને લૂંટી રહ્યા છે. કોઈ મોટો ઓર્ડર અપાવવાની લાલચ આપીને ગુજરાતના લોકો સાથે છેતરપિંડી કરનાર વધ્યા છે. એવો જ એક કેસ સામે આવ્યો જેમા નાઈઝિરિયન ગેંગ લોકોને કેન્સરથી બચવા માટેનું ઓઈલ વેચી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. અમદાવાદ સાઈબર ક્રાઈમે એક વિદેશીની ધરપકડ કરી લીધી છે.
કેન્સરની દવાના નામે કરી છેતરપિંડી
રાજ્યના વેપારીઓને જો વિદેશથી અજાણ્યા નંબર પરથી કોઈ વેપારનો ઓર્ડર મળે તો ચેતી જવાની જરૂર છે. કારણ કે આ નાઈઝિરિયન ગેંગ હોય છે. જે વિવિધ પ્રોડક્ટની ડિમાન્ડ કરી વેપારીઓને ફસાવે છે. આવી જ એક ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી છે. જેમાં એક નાઈઝિરિયનનો પણ સમાવેશ થાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એક વેપારીના સોશિયલ મીડિયા પર એક મેસેજ આવ્યો કે ભારતમાં એક ખાસ પ્રકારનું ઓઈલ મળે છે જેનાથી કેન્સરની સારવાર થઈ શકે છે. જો તમે અમને આ ઓઇલ વેચશો તો તમે ખૂબ મોટો પ્રોફિટ કમાશો.
વેપારી પાસેથી ધીમે ધીમે 55 લાખ લઈ લીધા
આટલો મેસેજ આવ્યા બાદ વેપારીને સેમ્પલ મંગવતા પહેલા 400 ડોલર આપી દીધા જેથી વેપારી ખુશ થઈ ગયો અને વધારે લાલચ જાગી તો તેણે વધારે વેપાર કરવાની લાલચ જાગી હતી. એટલામાં જ આ ભેજાબાજના મળતીયા વેપારીનો કોન્ટેક કરીને આ ઓઇલ પૂરું પડતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ ચિટીંગ કરતી ગેંગે વેપારી પાસેથી ધીમે ધીમે 55 લાખથી વધુ રકમ પડાવી લીધી છે.અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી જીતુ યાદવે આ ગેંગના નાઈઝિરિયનને ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. આ ગેંગે અન્ય પણ લોકોને ફસાવ્યા હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.