બિઝનેસ:નિફ્ટીની રેન્જ 9532/ 9750 - 9450/ 9380 રહી શકે, માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં...!

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: મહેશ ત્રિવેદી
  • કૉપી લિંક
  • અન્ડર પર્ફોર્મ રહેલાં ભારતીય શેરબજારો વૈશ્વિક શેરબજારો સાથે સુધારાની હરીફાઇમાં

સંખ્યાબંધ સ્ટિમ્યુલસ અને લોકડાઉનમાં રાહતના ડોઝ આપ્યા પછી પણ નહિં, સુધરેલા ભારતીય શેરબજારો એક તબક્કે વૈશ્વિક શેરબજારોના સામે અંડરપર્ફોર્મ કરતાં હતા. પરંતુ વિતેલા સપ્તાહની વેગીલી તેજીના કારણે તેજીવાળાઓ માટે રાહત રેલી સર્જાઇ છે. મે માસ દરમિયાન જોકે માર્કેટ ઘટ્યું છે. પરંતુ ઇન્ટ્રા-મન્થ એક્ટિવિટી જોઇએ તો સેન્સેક્સ અને નિફ્ટીએ મે માસની ઊંચી સપાટીએ બંધ આપ્યું છે. જોકે, વિતેલા સપ્તાહના સપાટાને કેટલાંક નિષ્ણાતો રિલાયન્સ રાઇટ્સ અને એફએન્ડઓ સેટલમેન્ટ જવાબદાર ગણાવી રહ્યા છે. સાથે સાથે માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં આવી રહ્યું હોવાનો પણ અણસાર આપી રહ્યા છે.

ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટીનો અવરલી ચાર્ટ આરએસઆઇ સ્મૂધન્ડમાં પોઝિટિવ ડાઇવર્ઝનનો સંકેત આપે છે. તેના કારણે નિફ્ટી-50 પણ 9500 પોઇન્ટની સપાટી ઇન્ટ્રા-ડે હાંસલ કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટીએ 9450-9599 પોઇન્ટનો પ્રથમ પડાવ હાંસલ કરી લીધો છે. પરંતુ ચાર્ટ જે રીતે ચાર્ટ રચાઇ રહ્યો છે તે જોતાં નિફ્ટી તા. 4થી મે-2020ના રોજ જોવા મળેલી 9532-9731 પોઇન્ટની ડાઉનસાઇડ ગેપ એરિયા ટેસ્ટ કરે તેવી શક્યતા છે. નીચામાં એકવાર 9450 પોઇન્ટ તૂટે પછી 9380 પોઇન્ટ નજીકની ટેકાની સપાટી ગણાવી શકાય. જોકે, એક વાતનો સ્પષ્ટ ઉલ્લેખ જરૂરી છે કે, વિતેલા સપ્તાહની તેજી બેન્કિંગ/ફાઇનાન્સ સેક્ટરને આભારી હતી અને ઇતિહાસ પૂછો તો એવું કહી શકાય કે, જ્યારે જ્યારે આ બે સેક્ટર્સમાં સુધારો શરૂ થાય છે ત્યારે એક સુપર રેલીની તૈયારી દેખાય છે. પરંતુ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે તો હાલના તબક્કે સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક તેમજ સ્ટોપલોસનો એપ્રોચ જ જાળવી રાખવો હિતાવહ રહેશે.

વિનતી ઓર્ગેનિક્સ અને કજારિયા સિરામિક્સ ધ્યાનમાં રાખો
1. વિનતી ઓર્ગેનિક્સઃ બુલિશ, છેલ્લો બંધઃ રૂ. 1016.60, ટાર્ગેટઃ રૂ. 1095, સ્ટોપલોસઃ 976

સમગ્ર કેમિકલ સેક્ટર કોવિડ-19ના કારણે જોરશોરથી ચાલી રહ્યું છે. તેના કારણે આ શેરમાં પણ રૂ. 700ની નીચી સપાટીથી ઝણઝણાટી જોવા મળી છે. જેમાં શેર રૂ. 1000ની સપાટી આરામથી કૂદાવી ચૂક્યો છે.  ત્રણ સપ્તાહની આ તેજી હજી મજબૂત ખરીદીના કારણે આગળ વધે અને શોર્ટરનમાં રૂ. 1095 સુધી જઇ શકે તેવી શક્યતા છે. જોકે, રૂ. 976નો સ્ટોપલોસ ધ્યાનમાં રાખી સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ છે.
2. કજારિયા સિરામિક્સઃ બુલિશ, છેલ્લો બંધઃ રૂ. 342, ટાર્ગેટઃ રૂ. 378, સ્ટોપલોસઃ રૂ. 316
છેલ્લા ચાર સપ્તાહ આ સ્ટોક માટે ટેરિબલ રહ્યા અને જાન્યુઆરીની ટોચેથી 50 ટકાનું કરેકશન જોવાયું છે. ડેઇલી ચાર્ટ ઉપર ભાવ 20-ડે ઇએમએથી ખાસ્સો ઉપર છે. સાથે બુલિશ હેમર પેટર્ન તેને ટેકો આપે છે. તે જોતાં શોર્ટ રનમાં શેર રૂ. 378 થઇ શકે. સ્ટોપલોસ રૂ. 316 રાખવો. 

અન્ય સમાચારો પણ છે...