પાલડી એનઆઈડી સર્કલ પાસે તરકસ એપ્લિકેશનની મદદથી વાહન ચેકિંગ કરી રહેલાં પોલીસ કર્મચારીઓએ બાઈક ચાલક યુવાનને રોકયો હતો. તેની પાસે લાઈસન્સ અને વાહનના કાગળ માગતા યુવાને પોલીસ સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરતા તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.
રવિવારે સાંજે પાલડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંગ અને સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ એનઆઈડી સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં જમાલપુર બ્રિજ પાસે એક બાઈક સવાર યુવાન આવતા પોલીસે તેને રોકયો હતો. યુવાનનું નામ પૂછતા તે પાર્થ પરમાર (રહે. રાયપુર ચકલા) હોવાનું જાણવા મળ્યું હતું.
તરકસ એપ્લિકેશનમાં પાર્થનો ફોટો અને લાઈસન્સની વિગત અપડેટ કરવાની હોવાથી પોલીસે લાઈસન્સ અને બાઈકના કાગળ માગતા તેણે ઇનકાર કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ અંગે નરેન્દ્રસિંગે પાર્થ પરમાર વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.