તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ આર્થિક ભીંસમાં મુકાતા નિર્ણય:નિકોલની શ્રીગણેશ વિદ્યાલયમાં ધો.1 સુધી વિદ્યાર્થીઓની ફી માફ, સ્કૂલનાં 200થી વધુ બાળકોને ફીમાંથી રાહત

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
શ્રીગણેશ વિદ્યાલયના 200થી વધુ વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ મળશે. - Divya Bhaskar
શ્રીગણેશ વિદ્યાલયના 200થી વધુ વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ મળશે.
  • જુલાઈ-2021 સુધીમાં પ્રવેશ મેળવનારને આ નિર્ણયથી ફાયદો

છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયગાળા દરમિયાન કોરોનાને લીધે આર્થિક ભીંસમાં મુકાયેલા વાલીઓ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડી ન મૂકે તે હેતુસર નિકોલની શ્રીગણેશ વિદ્યાલયે બાળવર્ગથી ધોરણ 1 સુધીની શૈક્ષણિક ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની હાલની સ્થિતિમાં એક તરફ ઘણી સ્કૂલના સંચાલકો વાલીઓ પાસેથી ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે ત્યારે શ્રીગણેશ વિદ્યાલયના સંચાલકોએ સ્કૂલના આશરે 150થી 200 બાળકોના અભ્યાસ પર વિપરીત અસર ન પડે તે હેતુસર આ આગવી પહેલ કરી છે.

સ્કૂલના ગુજરાતી માધ્યમના બાળવર્ગ-1, બાળવર્ગ-2, ધોરણ 1, અંગ્રેજી માધ્યમમાં નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1ના વિદ્યાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય લેવાયો છે. જુલાઈ-2021 સુધીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ફાયદો થશે.

વર્ગસંખ્યા મર્યાદિત હશે ત્યાં સુધી લાભ
અમારા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ બાળ વર્ગથી ધોરણ 1માં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ 2021-2022 માટેની ફી સંપૂર્ણ માફ કરાશે. શાળામાં વર્ગ સંખ્યા મર્યાદિત હશે ત્યાં સુધીમાં આ યોજનાનો લાભ મળશે. વાલીઓ પહેલી જુલાઈ,2021 સુધીમાં પ્રવેશ મેળવી શકશે.’ - ડો. અલ્કેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, શ્રીગણેશ વિદ્યાલય

વિધવા માતાના સંતાનને ધો.8 સુધી અડધી ફી
શૈક્ષણિક વર્ષ 2001થી ‘વિધવા માતા સંતાન સહાય યોજના’ હેઠળ વિધવા માતાનાં સંતાનોને ધોરણ આઠ સુધી અડધી ફી સાથે ભણાવાય છે. જ્યારે નિપા યોજના હેઠળ જે વાલીને બે પુત્રીઓ છે તે બંન્ને પુત્રીઓની અડધી શૈક્ષણિક ફી લઈને ભણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...