તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નિકોલના કોર્પોરેટર સોસાયટીનું ટોળું લઈ રસી મુકાવવા ગયાં, કોર્પોરેટર-કાર્યકર વચ્ચે પણ ચકમક ઝરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં એક તરફ વેક્સિનનો જથ્થો ઓછો આવવાને કારણે નાગરિકો વેક્સિન માટે અહીં તહીં ભટકી રહ્યાં છે, ત્યારે નિકોલમાં એક કોર્પોરેટરે પોતાની સોસાયટીના ટોળાને વેક્સિનેશન સેન્ટર પર લઇ જઇ તેમને બારોબાર વેક્સિન અપાવવાનો પ્રયાસ કરતા વિવાદ ઉભો થયો છે. જેમાં કેટલાક કાર્યકરોએ આ બાબતે વિરોધ કરતાં કોર્પોરેટર અને કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી.

નિકોલની જલતરંગ સોસાયટીના રહીશોનું એક ટોળું નિકોલ અર્બન હેલ્થ સેન્ટર-2 ખાતે કોર્પોરેટર સાથે વેક્સિનેશન માટે આવ્યું હતું. બળદેવ પટેલની સાથે આવેલા આ ટોળાને વેક્સિનેશન માટે અંદર જવા દેવાયું, ત્યારે કેટલાક કાર્યકરોએ એવી ટકોર કરી હતી કે, અમારા પણ ઓળખીતાને લાવીએ તો વેક્સિન આપવા દો, તમે જે રીતે વેક્સિન માટે ઓળખીતાને લાવો છો તો અમારે ઓળખીતા હોય. આ બાબતે કાર્યકર અને કોર્પોરેટર વચ્ચે ચકમક ઝરી હતી.

નિકોલમાં વેક્સિનેશન સેન્ટરમાં ટોકન મેળવી ચોક્કસ લોકોને આપવા સહિતની બાબત ભારે ચર્ચામાં છે ત્યારે તે વધુ એક વખત ઓળખીતાને વેક્સિન અપાવવાના મામલે ઉભો થયેલો વિવાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

અગાઉ ટોકન વહેંચવા મુદ્દે વિવાદ થયો હતો
પોતાના અંગત લોકો માટે વિશેષ રીતે ટોકન મેળવી લેવાના પ્રયાસો કોર્પોરેટર દ્વારા થતાં હોવાની ફરિયાદો ઉઠે છે, ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં અગાઉ તો તમામ ટોકન પોતાની રીતે જ વહેંચવા દેવા માટે એક કોર્પોરેટરે માગણી કરી હતી જે માગણીએ ભારે વિવાદ ઊભો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...