વિવાદ:નિકોલમાં જૂની અદાવતમાં 2 ભાઈઓ પર છરીથી હુમલો; ‘તમે કેમ અહીંયા આવ્યા છો’ કહી માર માર્યો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસે ચાર હુમલાખોરો સામે ફરિયાદ નોંધી

નિકોલમાં જૂની અદાવત રાખીને પાનનાં ગલ્લાં પર ઊભેલા 2 ભાઇઓને 4 યુવકોએ ‘તમે કેમ અહીંયા આવ્યા છો’ કહીને ગાળો બોલી છરી અને લાકડીઓ વડે ફટકાર્યા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, નિકોલમાં આવેલા પાર્વતીનગરમાં 29 વર્ષીય ભાવેશ મદ્રાસી પોતાના પરિવાર સાથે રહે છે. ભાવેશને તેના વિસ્તારમાં જ રહેતા ચિંટૂ ઠાકોર અને ભેડિયા સાથે 8 મહિના પહેલાં કોઈ બાબતે અંગે બોલાચાલી થઇ હતી. જોકે ભાવેશ અને તેનો નાનો ભાઇ ધર્મેશ 5 મે રાત્રીના સમયે પાનના ગલ્લે ઊભા હતાં. ત્યારે ચિંટૂ, ભેડિયો અને તેમના બે મિત્રો ત્યાં આવ્યા હતાં અને ભાવેશના નાના ભાઇ ધર્મેશને ચિંટૂએ કહ્યું હતું કે, ‘તમે લોકો કેમ અહીંયા આવ્યો છો. તમારે અહીંયા આવવાનું નહીં’ કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. ત્યાર બાદ ચારેય જણાંએ ભાવેશ અને ધર્મેશ સાથે ઝઘડો કરીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતાં. ત્યાર બાદ બંને ભાઈઓને લાકડીઓથી પણ ફટકાર્યા હતા.

ઝઘડા દરમિયાન ચિંટૂએ બંને ભાઇઓને છરીના ઘા માર્યા હતાં. જોકે હુમલો થતા ભાવેશે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. લોકોની ભેગી થઈ જતાં ચારેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતાં. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...