તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા યજ્ઞ:અમદાવાદ શહેર પોલીસે સેવાભાવી સંસ્થા સાથે મળીને કોરોના વોરિયર્સ તથા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ અને PPE કીટનું વિતરણ કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
કોરોનાકાળમાં પોલીસ અને સેવાભ�
  • અમદાવાદ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તથા "તુલસી વલ્લભ નિધી" કર્મા ફાઉન્ડેશન દ્વારા મળીને સેવા કાર્ય.
  • રાત્રિ કર્ફ્યૂમાં વ્યસ્ત પોલીસકર્મીઓને દરરોજ 2500 ફૂડ પેકેટનું વિતરણ કરાય છે.
  • ફાયરબ્રિગેડમાં શબવાહીનીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને 1000 PPE કીટ આપવામાં આવી.

રાજયમાં કોરોના મહામારી દરમિયાન દરેક લોકો અને સંસ્થાઓ હવે લોકોની મદદે આવી રહી છે. જેની વચ્ચે હવે સતત 24 કલાક ફરજ બજાવતી અમદાવાદ શહેર પોલીસ, ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ, ફાયરબ્રિગેડ સ્ટાફ અને જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટ તેમજ PPE કીટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પોલીસ અને સેવાભાવી સંસ્થા લોકોની મદદે
શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને "તુલસી વલ્લભ નિધી" કર્મા ફાઉન્ડેશન દ્વારા મળીને સમગ્ર શહેરમાં મીની લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુમાં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસકર્મીઓને દરરોજ 2500 જેટલા TGB હોટલના ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલ ખાતે ફરજમાં રોકાયેલા ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને જરૂરિયાતમંદ લોકો અને દર્દીના પરિવારજનોને દરરોજના 400 ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે.

PPE કીટ લઈ રહેલા કર્મચારી
PPE કીટ લઈ રહેલા કર્મચારી

શબવાહીનીમાં ફરજ બજાવતા કર્મચારીઓને PPE કીટ અપાઈ
આજે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમદાવાદ ફાયરબ્રિગેડમાં શબવાહીનીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને PPE કીટ આપવામાં આવી હતી. 272 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે આ તમામ કર્મચારીઓને 1000 જેટલી PPE કીટ આપવામાં આવશે. સોલા સિવિલ ખાતે દરરોજ દર્દીના પરિવારજનો, હોસ્પિટલના કર્મચારીઓને દરરોજના 400 જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવે છે.

સોલા સિવિલમાં રોજ 400 ફૂટ પેકેટોનું વિતરણ કરાય છે.
સોલા સિવિલમાં રોજ 400 ફૂટ પેકેટોનું વિતરણ કરાય છે.

પોલીસ દ્વારા રોજ 350 ફૂટ પેકેટોનું વિતરણ
શહેર પોલીસ દ્વારા દરરોજ 350 જેટલા ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કર્મા ફાઉન્ડેશનના ભરતભાઇ, ક્રાઈમ બ્રાન્ચ જેસીપી પ્રેમવીર સિંહ, એડમીન જેસીપી અજય ચૌધરી, સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર, ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડા, ક્રાઈમ બ્રાન્ચ એસીપી ડી.પી ચુડાસમા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.