તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓટોમોબાઇલ:આગામી સપ્તાહે સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરને 20થી 40% ઇન્સેન્ટિંવ જાહેર થઇ શકે
  • 3 વર્ષની અંદર 1 લાખ ઇલેક્ટ્રિક વાહનો રોડ પર દોડતાં કરવાની નેમ

ગુજરાત સરકાર આવતા સપ્તાહે ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. આ પોલિસી હેઠળ આવતાં 3 વર્ષની અંદર 1 લાખ કરતાં વધુ વાહનો રસ્તા પર દોડતાં થઇ જાય તેવું આયોજન છે. આ માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્સેન્ટિવ જાહેર કરશે, જેમાં વાહનની પડતર કીંમતના 20થી 40 ટકા જેટલું ઇન્સેન્ટિંવ જાહેર કરાઇ શકે છે. ગુરુવારે તેનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે પ્રોત્સાહન
રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે વીજ પૂરવઠો પ્રમાણમાં સસ્તા દરે પૂરો પડાશે. વપરાશકારોને પણ વીજળી મોંઘી નહીં પડે.

ટેસ્લા જેવી કાર ઉત્પાદક કંપનીને મોકળું મેદાન મળશે
ઇલેક્ટ્રિક વાહનો, કારનું ઉત્પાદન કરતી ટેસ્લા જેવી કંપનીઓને ગુજરાતમાં આવવા સાનુકૂળ વાતાવરણ રહેશે. બેટરી ઉત્પાદકોને રોકાણ કરવા સહાય મળશે. રાજ્ય હાલ ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનનું હબ મનાય છે.

પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ
હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ ઊંચા જઇ રહ્યા છે, ત્યારે લોકોને આ વાહનો સસ્તા પડશે. આ ઉપરાંત સરકારે ક્લાયમેટ ચેન્જને લઇને 2030 સુધીનો પ્લાન બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...