ફેરબદલ:આવતા અઠવાડિયે સી.આર. પાટીલ ટીમ જાહેર કરે તેવી શક્યતા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોદ્દેદારોની યાદી સાથે દિલ્હીથી પાછા ફરશે
  • યુવાન અને તરવરીયા ચહેરાઓને તક મળશે

ભાજપના નવા અધ્યક્ષ સી આર પાટીલ પોતાની ટીમની જાહેરાત આવતા અઠવાડિયું પુરું થાય ત્યાં સુધીમાં કરી નાંખશે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાટીલ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે મસલત કરીને તેમની આજ્ઞાનુસાર પ્રદેશ ભાજપના અન્ય હોદ્દેદારોની યાદી તૈયાર કરી લેશે. હાલ પાટીલ દિલ્હીમાં છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે બેઠકો કરશે.

આ ટીમમાં યુવાન અને અનુભવી ચહેરાઓનું મિશ્રણ હશે પરંતુ મહામંત્રી તરીકે પાટીલ યુવાન અને તરવરીયા ચહેરાઓને પસંદ કરે તેવી શક્યતા છે. ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના 4 મહામંત્રી તરીકે હાલના તમામ હોદ્દેદારોને રુખસદ આપી દેવાશે. તેમને બદલે 4 યુવાન નેતાઓને ટીમમાં લેશે. આગામી વિધાનસભા ચૂંટણીઓ જીતવાનો મદાર આ નવી ફોજના માથે હશે.

અન્ય સમાચારો પણ છે...