તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લડ ડોનેશન:અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત શિક્ષકોએ ભાવિ પેઢીના ચારિત્ર્ય ઘડતર માટે રક્તદાન કર્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગઈ કાલે 6 શિક્ષકોએ બ્લડ ડોનેટ કર્યું હતું - Divya Bhaskar
ગઈ કાલે 6 શિક્ષકોએ બ્લડ ડોનેટ કર્યું હતું
  • અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણઅધિકારી સહીત 6 શિક્ષણકર્મીઓએ ગઈ કાલે રક્તદાન કર્યુ હતુ

કોરોના કાળમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ વધુ શિક્ષકોની જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે રાજ્ય સરકારે પેપરલેસ પસંદગી પ્રક્રિયા દ્વારા 2938 શિક્ષણ સહાયકોની નિમણુંક કરી છે. અમદાવાદ જિલ્લાના 146 શિક્ષણ સહાયકો એ રક્તદાન કરીને ઉમદાકાર્યની શરૂઆત કરી હતી. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણઅધિકારી આર.આર. વ્યાસ સહીત 6 શિક્ષણકર્મીઓએ ગઈ કાલે રક્તદાન કર્યુ હતુ.

હાલના સમયમાં રક્તનું મહત્વ સમજાવ્યું
સમાજના શિક્ષણ યજ્ઞમાં વિધાદાન કરનારા શિક્ષકોએ રક્તદાન કરીને રક્ત પ્રવર્તમાન સંજોગોમાં કેટલું મહ્તવનું છે તેનો સંદેશો આપ્યો હતો. આ રક્તદાન કરીને નવનિયુક્ત યુવા શિક્ષકોએ રાષ્ટ્રનિર્માણમાં જરૂરી તમામ પડકારો ઝીલવા સજ્જ હોવાનુ અને ભાવિ પેઢીના ઘડતર માટે ઉમદા સેવાદિયત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવાનો સકારાત્મક સંદેશો આપ્યો હતો.

શિક્ષકોએ રક્તદાન મહાદાનનો મહિમા સમજાવ્યો
શિક્ષકોએ રક્તદાન મહાદાનનો મહિમા સમજાવ્યો

એકનું રક્ત બીજાના કામમાં આવે
અમદાવાદ જિલ્લાના દેત્રોજ સ્થિત સરાકારી શાળામાં નવનિયુક્ત શિક્ષક નિલેશભાઇ મકવાણાએ જણાવ્યું કે,એક લોહી બીજા લોહીના કામે આવે,મારા રક્ત થકી જરૂરિયાતમંદનો જીવ બચે, રાજ્ય સરકારે જ્યારે માનવસેવાનો યજ્ઞ આદર્યો હોય ત્યારે તેમાં રક્તદાન થકી લોકસેવામાં જોડાવવાના શુભ આશયથી મેં રક્તદાન કર્યું.સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અને નવીન જવાબદારી નિભાવવા અને પ્રવર્તમાન સ્થિતિમાં રક્તનું મહત્વ સમજીને જ મેં કાલે રક્તદાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...