હિતેશ બારોટનો ઇન્ટરવ્યૂ:AMCના સ્ટેન્ડિગ કમિટીના નવ નિયુક્ત ચેરમેને આપી ખાતરી, કહ્યું-રસ્તા અને ટ્રાફિકની સમસ્યા દૂર કરીશું જ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિતેશ બારોટ અમિત શાહની નજીક ગણાય છે. - Divya Bhaskar
હિતેશ બારોટ અમિત શાહની નજીક ગણાય છે.
  • ચોમાસામાં રોડ તૂટવાની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરીશુંઃ હિતેશ બારોટ
  • ટ્રાફિક દૂર કરવા માટે મેટ્રો, AMTS અને BRTS સુવિધાઓને વધુ સારી બનાવાવાશેઃ હિતેશ બારોટ

મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા હિતેશ બારોટે DivyaBhaskar સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના વિકાસના કામોને અમે પ્રાધાન્ય આપીશું. પાર્ટીએ નક્કી કરેલા એજન્ડા પ્રમાણે શહેરનો વિકાસ અને કામો કરવામાં આવશે. કોર્પોરેશનનુ મૂળ કામ ગટર, રોડ- રસ્તા અને પાણી છે જે સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરીશું. રોડ રસ્તાના કોઈ કામોમાં ભ્રષ્ટાચાર થતાં નથી. રોડ રસ્તા જે ખરાબ થાય છે, તેમાં ડામર-પાણીના કારણે નુકસાન થતું હોય છે. ચોમાસા દરમ્યાન જે રોડ તૂટે છે તે સમસ્યાઓ અમે દૂર કરવાનો પ્રયાસ કરીશું.

હિતેશ બારોટે અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ વિશે તેમણે જણાવ્યું હતું કે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે દરેક મોટા ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે. BRTS અને AMTS એક જ રૂટમાં ચલાવવા માટે કમિશનર સાથે ચર્ચા કરીશું. ટ્રાફિક દૂર કરવા માટે મેટ્રો, AMTS અને BRTS સુવિધાઓ છે જેને વધુ સારી બનાવવામાં આવશે.

અમિત શાહ સાથે સાથે હિતેશ બારોટ
અમિત શાહ સાથે સાથે હિતેશ બારોટ

ધોરણ 10 પાસ હિતેશ બારોટ 1986માં ભાજપમાં જોડાયા
થલતેજ ગામના મૂળ વતની એવા હિેતિશ બારોટનો જન્મ 14 એપ્રિલ 1968ના રોજ થયો હતો. તેઓએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. હિતેશ બારોટ વર્ષ 1986માં ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ 1987થી 1997 દરમિયાન RSSમાં સક્રિય રહ્યા હતા. 1988માં તેઓ થલતેજ ગ્રામ્ય મંડલના મહામંત્રી બન્યા હતા. તેઓ 1989થી 1997 દરમિયાન એચ.એલ.પટેલ સાથે દસ્ક્રોઇના 18 ગામ બક્ષીપંચની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી લોકસભા લડ્યા ત્યારે 18 ગામ બક્ષી પંચના સમાજ ઈન્ચાર્જ કરી મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

1997માં અમિત શાહ ધારાસભાની પેટાચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ હિતેશ બારોટના ઘરે આવ્યા હતા.
1997માં અમિત શાહ ધારાસભાની પેટાચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ હિતેશ બારોટના ઘરે આવ્યા હતા.

દસ્ક્રોઈ ભાજપ તાલુકા પ્રમુખ પદે રહ્યા
​​​​​​​વર્ષ 1996માં તેઓ દસ્ક્રોઈ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ બન્યા. ત્યાર બાદ 1997થી અમિત શાહ સાથે સરખેજ વિધાનસભામાં દસ્ક્રોઈ 18 ગામ સીટ સહિત વિધાનસભાના 23 ગામમાં બક્ષીપંચ સમાજ કો-ઓર્ડિનેશનની કામગીરી કરી. તેમજ 2012 સુધી તમામ બૂથની કામગીરી પણ સંભાળી હતી. હિતેશ બારોટ દસ્ક્રોઈ ભાજપ તાલુકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

બોડકદેવ ગ્રા.પંચાયતના સરપંચ બન્યા-2010માં APMCમાં એન્ટ્રી
જ્યારે 2001થી 2005 દરમિયાન બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ 2010માં APMC(અમદાવાદ)ના વાઈસ ચેરમેન બન્યા. 2014માં APMCમાં ડિરેક્ટર બન્યા. વર્ષ 2014 ગાંધીનગર લોકસભાના બક્ષીપંચના ઈન્ચાર્જ બન્યા. વર્ષ 2012માં એડીસી બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂંક થઈ. તેમજ વર્ષ 2013થી 2017 દરમિયાન પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. વર્ષ 2017થી ગુજકોમાસોલના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 2018માં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...