તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનેતાએ છોડ્યો સાથ:શાહીબાગ પ્રિતમપુરા મ્યુનિસિપલ સ્કૂલ પાસે કચરાપેટીમાંથી દુપટ્ટામાં વીંટાળેલી હાલતમાં નવજાત બાળકી મળી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી

કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા પરંતુ આ કહેવત હવે ધીરે ધીરે કેટલાક લોકો ખોટી ઠેરવી રહ્યા છે. નવ મહિના બાળકને પેટમાં રાખી જન્મ આપી રોડ પર રઝળતા મૂકી દે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં પ્રિતમપુરા સ્કૂલ પાસે કચરાપેટીની બાજુમાંથી એક નવજાત બાળકી પોલીસને મળી આવી છે. કોઈ અજાણી વ્યક્તિ કચરાપેટી પાસે દુપટ્ટામાં વિટાળી અને મૂકી ગયું હતું. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાહીબાગ પોલીસ સ્ટેશનની SHE ટીમના કર્મચારીઓ શનિવારે રાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. 11 વાગ્યાની આસપાસ પ્રિતમપુરા મ્યુનિસિપલ સ્કૂલ પાસે તેઓ પહોંચ્યા ત્યારે કચરાપેટી પાસે લોકોનું ટોળું ઉભું હતું. જેથી બે મહિલા પોલીસકર્મીઓએ ત્યાં જઈ અને જોતા એક નવજાત બાળકી હતી અને રોતી હતી. દુપટ્ટામાં વીંટાળેલી હાલતમાં બાળકી હતી. જેથી તાત્કાલિક બાળકીને ગાડીમાં અન્ય મહિલા સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો