તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:પૂજા-અર્ચના કર્યા બાદ નવા વર્ષના વેપારનો પ્રારંભ, સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર-ટ્રેલર વચ્ચે અકસ્માત થતા 3 માતા-3 પુત્ર સહિત 11ના મોત

અમદાવાદ5 મહિનો પહેલા

નમસ્કાર! સરકારી સ્કૂલોમાં 21 દિવસનું વેકેશન પૂર્ણ, શિક્ષકો સ્કૂલમાં થશે હાજર જ્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરશે. 23મીથી ઓડ ઈવન પદ્ધતિથી સ્કૂલો શરૂ કરાશે. જ્યારે 10 નવેમ્બરે થયેલી 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના 8 ધારાસભ્યો શપથ લેશે. આ સાથે જ ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 111એ પહોંચશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 5 ઘટના પર રહેશે નજર
1) આજે લાભ પાંચમ, વેપારીઓ દ્વારા પૂજા-અર્ચના કર્યા બાદ નવા વર્ષના વેપારનો પ્રારંભ, તમામ APMC પણ શરૂ
2) સરકારી સ્કૂલોમાં 21 દિવસનું વેકેશન પૂર્ણ, શિક્ષકો સ્કૂલમાં થશે હાજર જ્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરશે.
3) 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના 8 ધારાસભ્યો શપથ લેશે, ગૃહમાં સંખ્યાબળ 111એ પહોંચશે
4) સૌરાષ્ટ્રમાં CCI પ્રતિમણ રૂ.1155ના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે
5) વડોદરામાં એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સયાજીપુરા હરણી અને ગોત્રીમાં તૈયાર થનાર EWS-વન અને ટૂ કોમ્પ્યુટરાઇઝડ ડ્રો

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા 3 માતા અને 3 પુત્ર સહિત 11ના મોત

વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 3 માતા અને 3 પુત્ર સહિત 11 લોકોનાં મોત થયા હતા. જ્યારે આઇશર ટેમ્પામાં ફસાયેલા તમામ 27 લોકોને ફાયરબ્રિગેડે બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દુર્ઘટના અંગે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

વાંચો સમાચાર વિગતવાર

2) 23 નવેમ્બરથી સ્કૂલો શરુ, સોમ, બુધ, શુક્રવારે ધો.10-12ના અને મંગળ, ગુરૂ, શનિવારે ધો.9-11ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશે
રાજ્યમાં આગામી 23 નવેમ્બરે ઓડ ઈવન પદ્ધતિથી સ્કૂલો શરુ કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સોમ,બુધ,શુક્રવારે ધો.10-12ના અને મંગળ, ગુરૂ, શનિવારે ધો.9-11ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાશે.
વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરાના અકસ્માતમાં આહીર સમાજના એક જ પરિવારના 5ના મોત, એક મૃતક યુવકના લગ્ન થવાના હતા
વડોદરા પાસે નેશનલ હાઇવે પર સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેથી આહીર સમાજનાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકો પૈકી સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા એક જ જીંજાલા પરિવારના 5 સભ્યનો સમાવેશ થાય છે, જે પૈકી એક મૃતક યુવકના લગ્ન થવાના હતા.
વાંચો સમાચાર વિગતવાર

અકસ્માતની ત્રણેય ઘટનામાં કુલ 15 લોકોનાં મોતમાંથી 11નાં મોત વાઘોડિયા ચોકડી પર થયાં છે
અકસ્માતની ત્રણેય ઘટનામાં કુલ 15 લોકોનાં મોતમાંથી 11નાં મોત વાઘોડિયા ચોકડી પર થયાં છે

4) વહેલી સવારે વડોદરા, સુરત, સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માત સર્જાયા, કુલ 15નાં મોત, 37થી વધુ ઈજાગ્રસ્ત
રાજ્યમાં 18મી નવેમ્બરની વહેલી સવારથી અકસ્માતની ત્રણ મોટી ઘટના ઘટી હતી. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર હાઈવે પર ગોઝારા અકસ્માતમાં કુલ 15 લોકોનાં મોત તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) કોરોનો વિસ્ફોટ થતાં અમદાવાદની બન્ને સિવિલ હોસ્પિટલ હાઉસફૂલ પણ આરોગ્ય વિભાગ નથી માનતું!
દિવાળીના દિવસથી જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ અને હોસ્પિટલોમાં દાખલ થઈ રહેલા દર્દીઓના આંકડાઓમાં ઘણો તફાવત છે. આ આંકડાઓ કરતા દાખલ થયેલા દર્દીઓની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સરકાર શું ડેટાગેમ રમી રહી છે? એક તરફ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગના કેસના આંકડાઓમાં 200 જેટલો તફાવત આવી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

બજારની હલચલ

 • BSEનું માર્કેટ કેપ 171 લાખ કરોડ રૂપિયા રહ્યું. લગભગ 53% કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો.
 • 2,960 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું. જેમાં 1,586 કંપનીઓના શેરમાં વધારો અને 1,188 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો.

અને દેશમાં આજે...

 • પીએમ મોદી બેંગલુરુ ટેક સમિટનું ઉદ્ઘટાન કરશે. આ કાર્યક્રમમાં તેઓ વીડિયો કોન્ફરન્સિંગથી સામેલ થશે.
 • મધ્યપ્રદેશમાં મહિલાઓને સેફ ટુરિઝમ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર ‘ટ્રાઈગ્રેસ ઓન ધ ટ્રેલ’ અભિયાનનો પ્રારંભ કરશે.
 • ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે બે દશકામાં પહેલી સમિટ મળશે. બંને દેશના વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સથી જોડાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો