તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:રાજ્યભરમાં બેસતાવર્ષની ઉજવણી, વડીલોના આશીર્વાદ લઈ નવા વર્ષની શરૂઆત કરાશે, અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલીથી હોબાળો

અમદાવાદ5 મહિનો પહેલા

નમસ્કાર!

રાજ્યભરમાં આજે બેસતાવર્ષની ઉજવણી કરાશે, વડીલોના આશીર્વાદ લઈ નવા વર્ષની શરૂઆત કરાશે. અમદાવાદની વીએસ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ રૂમમાંથી વેજલપુરના 69 વર્ષનાં વૃદ્ધાની ડેડબોડીની અદલાબદલી ઘટના સામે આવી છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 5 ઘટના પર રહેશે નજર

1.) રાજ્યભરમાં બેસતાવર્ષની ઉજવણી કરાશે, વડીલોના આશીર્વાદ લઈ નવા વર્ષની શરૂઆત કરાશે.

2.) અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરો, કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે.

3.) મુખ્યમંત્રી રૂપાણી નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં પંચદેવ મંદિર અને અમદાવાદમાં ભદ્રકાળી માતાનાં દર્શન અને પૂજન કરશે.

4.) દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત પરિવહન નિગમ દ્વારા 60 વધુ બસો દોડાવાશે.

5.) નવા વર્ષે ભાવિકો સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવશે. અમદાવાદ ઇસ્કોન મંદિરમાં 108 કિલો ચોખ્ખા ઘીના શીરાનો ગોવર્ધન પર્વત બનાવાશે, 400થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1.) અમદાવાદની વીએસ હોસ્પિ.માં માતાનો મૃતદેહ બદલાતાં કેનેડાથી આવેલા પુત્રનો હોબાળો
અમદાવાદની વીએસ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ રૂમમાંથી વેજલપુરનાં 69 વર્ષનાં વૃદ્ધાની ડેડબોડીની અદલાબદલી ઘટના સામે આવી છે. પુત્ર કેનેડાથી અંતિમવિધિ કરવા માટે આવ્યો ત્યારે ડેડબોડી બીજાને અપાઈ ગયાની જાણ થતાં પરિવારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે એલિસબ્રિજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ પીએમ રૂમમાં પહોંચી હતી. જેની સાથે ડેડબોડી બદલાઈ ગઈ હતી તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. જે વ્યક્તિ બોડી લઈ ગયો હતો તેની એલિસબ્રિજ પોલીસે અટકાયત કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

મોઢામાં બોમ્બ ફૂટતાંની સાથે જ યુવક બેભાન થઈ ગયો હતો.
મોઢામાં બોમ્બ ફૂટતાંની સાથે જ યુવક બેભાન થઈ ગયો હતો.

2.) સુરતમાં ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢામાં સૂતળી બોમ્બ ફોડ્યો
શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીની રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢામાં સૂતળી બોમ્બ ફોડ્યો હતો, જેને કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સૂતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3.) કોડીનાર આવતા CRPFના કોબરા કમાન્ડોનો મૃતદેહ મધ્યપ્રદેશમાં રેલવે-ટ્રેક પરથી મળ્યો
કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારનો મૃતહેદ મ.પ્ર.ના હાલોત રેલવે-ટ્રેક પાસેથી મળી આવ્યો છે. અજિતસિંહ ત્રણ દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન યશપાલસિંહ બારડે રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ પણ કર્યું હતું. અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા. અજિતસિંહનું મૃત્યુ કંઈ રીતે થયું એ જાણી શકાયું નથી. અજિતસિંહનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4.) લૂંટારા ગેંગને ઝડપવા નવસારીનો પોલીસકર્મી 25 કિ.મી. સુધી પિક-અપ વાનના ગાર્ડ પર લટક્યો
નવસારીમાં રાત્રિના પેટ્રોલિંગ શંકાસ્પદ વાનના ચાલકો પાસે વાહનના દસ્તાવેજો માગતાં પિક-અપ વાનચાલકે વાન ચાલુ કરી પોલીસકર્મીઓ ઉપર વાહન ચઢાવી દેવાની કોશિશ કરી હતી. એ વખતે 1 પોલીસકર્મીએ પિક-અપ વાનના ગાર્ડને પકડી લઇ શંકાસ્પદ જણાતાં લોકોને પિક-અપમાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ વાનમાં બેઠેલા ચાલકે વાન હંકારી મૂકી હતી. જોકે પોલીસકર્મીએ સાહસ બતાવી ગાર્ડને પકડીને આશરે 25 કિ.મી. સુધી લટકી રહ્યો હતો. જોકે લૂંટારાઓ ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસકર્મીને ઇજાઓ પહોંચી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5.) અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, ખાનગી હોસ્પિટલો હાઉસફુલ
દિવાળી તહેવારોને કારણે અઠવાડિયાથી લોકો બેખોફ બનીને ખરીદી કરવા નીકળી પડ્યા હતા, જેને કારણે અમદાવાદ ફરી કોરોનાના કેસોનો બોમ્બ ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં દિવાળીએ રાતે 91 જેટલા કેસ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ, AMC ક્વોટાની 72 ખાનગી હોસ્પિટલોમાં માત્ર 20 જ ICU વેન્ટિલેટર ખાલી છે, જ્યારે કુલ 231 બેડ જ હાલ ઉપલબ્ધ છે. જો સાવચેતી નહીં દાખવીએ તો એપ્રિલ-મે જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

અને દેશમાં આજે...

 • આજથી મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ ખૂલી જશે. લોકોને માસ્ક પહેરવા અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનું જરૂરી રહેશે.
 • ઓડિશા, તામિલનાડુ અને હરિયાણામાં આજથી સ્કૂલ-કોલેજ ખૂલી જશે. જોકે કોરોનાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૈન આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વર મહારાજની 'સ્ટેચ્યૂ ઓફ પીસ'નું વિડિયો-કોન્ફરન્સિંગની મદદથી અનાવરણ કરશે.
 • આજે બેસતુંવર્ષ અને ભાઈબીજ બન્ને છે. પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 9થી 10:30 અને બપોરે 3થી 6 વાગ્યા સુધીનો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો