• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • New Water Distribution Center To Be Set Up At A Cost Of Rs 7 Crore For People Of Shilj And Hebatpur, Standing Committee Approves Work Urgently

કામને મંજૂરી:શીલજ અને હેબતપુરના લોકો માટે 7 કરોડના ખર્ચે નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવાશે, સ્ટેન્ડિંગ કમિટીએ કામ તાકીદે મંજૂર કર્યુ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન - Divya Bhaskar
હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
  • ધ્રુવી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂ. 2.50 કરોડના 7 કામને સ્ટેન્ડિંગ કમિટીની પણ મંજૂરી

અમદાવાદ શહેરમાં ગત વર્ષે નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં શીલજ, હેબતપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના થલતેજ વોર્ડમાં આવતા આ વિસ્તારમાં રહેતા તમામ લોકોને પાણીની પૂરતી સુવિધા મળી રહે તેના માટે નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે. આ વિકાસ કામને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે.

અંદાજીત 6 ટકાના ભાવે ઝંખના બિલ્ડર્સનું ટેન્ડર મંજૂર
શીલજ, હેબતપુર સહિતના વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવાની મંજૂરી આપી છે. અંદાજીત ભાવથી 6 ટકાના ભાવે રૂ. 7.33 કરોડના ખર્ચે આ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવાનું ઝંખના બિલ્ડર્સનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. શહેરમાં બાકી રહેલા પેચવર્કના કામ પૂર્ણ કરવા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદેસર દબાણ ન થાય તેના માટે કમ્પાઉન્ડ વોલ બનાવવાની પણ ચર્ચા થઈ હતી.

વિકાસ કામોને મંજૂરી અપાઈ
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, થલતેજ વોર્ડમાં આવતા હેબતપુર, શીલજ સહિતના વિસ્તારોમાં પાણીની પૂરતી સગવડ મળે તેના માટે નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તાકીદના કામે અંદાજીત ભાવથી 6 ટકા વધુના ભાવે કુલ રૂ. 7.33 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં વોટર સપ્લાય કમિટીના 7 ધ્રુવી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડના હતા જે મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત E-GOVERNACEનું રૂ. 17 કરોડ+ GSTનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે.