તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIT-Gનો ફાઉન્ડેશન પ્રોગ્રામ:નવાં વિદ્યાર્થીઓ એકેડેમિક જ નહીં સર્વાંગી વિકાસ કરે તે જરુરી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • IIT-Gનો ફાઉન્ડેશન પ્રોગ્રામ વર્ચ્યુઅલી યોજાયો

હાલના સમયમાં વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં માર્ક સ્કોરીંગ પર વધુ ફોક્સ કરતાં હોય છે. દેશની ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળવવા માટે વિદ્યાર્થીઓનું ફોકસ માત્ર શૈક્ષણિક કારકિર્દીમાં વધારે હોય છે. ત્યારે તેઓ લાઇફના એક્સપોઝર માટે માત્ર એકેડેમિક જ્ઞાન નહીં પરંતુ લાઇફ સ્કીલ ડેવલપમેન્ટ, ક્રિયેટિવિટી શીખે તે માટે માટે અવનવા દ્રષ્ટિકોણથી સમજવા માટે આઇ.આઇ.ટી-જી દ્વારા કેમ્પસમાં જોડાતાં વિદ્યાર્થીઓ માટે ખાસ 5 વીકનો ફાઉન્ડેશન પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.

સ્ટુડન્સના ક્રિયેટિવ સ્કીલ ડેવલપમેન્ટ માટે કોડીંગ, ગેમ બનાવવી, ગ્રુપ એક્ટિવિટી, પેઇન્ટીંગ, સ્પોટ્સની એક્ટિવિટી પ્રોજેક્ટ યુરેકા અંતર્ગત કરાવાઇ હતી. પ્રો. ઉદિત ભાટિયા,પ્રદિપ્તા ઘોષ, પ્રો. આક્ક્ષા વાટવાણીએ વર્ષ 2021 માટે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો હતો. વિદ્યાર્થીઓનો રસ કેળવાતાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આનું અનુકરણ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ થાય તે પહેલાં 10 દિવસ માત્ર પ્રેક્ટિકલ એપ્રોચ સાથે વિવિધ વિષય નિષ્ણાતો સાથે વાત કરી જેમાં ઇન્ટરેકશન, ફોર્મલ અને ઇનફર્મોલ, ફેક્લ્ટી સાથે ચર્ચા થઇ હતી. વિવિધ વર્કશોપમાં ઓરીગેમી,ડિઝાઇન થિન્કીંગ, ઓનલાઇન ગેમ પણ બનાવી હતી. વિદ્યાર્થીઓએ નોલેજ શેરીંગમાં વર્લ્ડ અફેર, ક્વિઝ સેશન, વેલ્યુ એથિક પર વાત કરી હતી. ઇમોશનલ કનેક્શન સાથે ટેક્નોલોજી વિષય પર ક્રિયેટિવ સેશન પણ યોજાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો