નવા 13 કોર્સ શરૂ:ગુજરાત યુનિવર્સિટીના નવા કોર્સ માટે હવે જાન્યુઆરીથી નવું સત્ર શરુ થશે, વિશ્વના કોઈ પણ ખૂણે યુનિવર્સીટી ડીગ્રી આપશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષમાં અનેક નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે, ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા નવા 13 કોર્સ શરુ કરવામાં આવ્યા છે, જેનું જાન્યુઆરીથી સત્ર શરુ થશે. ઉપરાંત આ કોર્સ વિશ્વના કોઈ પણ ખૂણેથી કરી શકશે અને વિશ્વના કોઈપણ ખૂણે યુનિવર્સિટી ડીગ્રી અને સર્ટિફિકેટ આપશે. નવા શરુ થતા કોર્સમાં 3 કોર્સ UGના છે જ્યારે 10 કોર્સ PGના છે. તમામ કોર્સ 1 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના છે.

કોરોનાનાના 20 સહિત 90 નવા કોર્સ શરૂ કર્યાં
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના વચ્ચે પણ કોરોનાને લગતા 20 અને અન્ય 70 એમ કુલ 90 કરતા વધુ કોર્સ શરુ કરવામાં આવ્યા હતા.ત્યારે હવે વધુ 13કોર્સ શરુ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે યુનિવર્સિટીનું સત્ર જુલાઈ મહિનાથી શરુ થાય છે, પરંતુ હવે નવા કોર્સ શરુ થયા હોવાથી નવું સત્ર જાન્યુઆરીથી શરુ થશે. હવેથી જે પણ કોર્સ શરુ થશે તેમાં જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીનું સત્ર રાખવામાં આવશે.

દુનિયાના કોઈપણ ખૂણેથી કોર્સ થઈ શકશે
નવા કોર્સ અને અગાઉ શરુ કરેલ કોર્સ વિદ્યાર્થીઓ વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને ભણી શકશે.કોઈ પણ ખૂણેથી પ્રવેશ લઈને પરીક્ષા આપી શકશે અને પાસ થયા બાદ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીને જ્યાં હોય ત્યાં જ ડીગ્રી અને સર્ટીફીકેટ આપશે.નવા શરુ કરાયેલ કોર્સ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી ભણી શકાશે. કોર્સ માટે વિદ્યાર્થીઓને અગાઉથી જ સિલેબસ પણ આપવામાં આવશે, જેથી સમય મર્યાદામાં અથવા તે અગાઉ કોર્સ પૂરો કરી શકશે.

યુનિવર્સિટી વિદ્યાર્થી સુધી જશેઃ કુલપતિ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના આવ્યા બાદ ઓનલાઈન ક્લાસ શરુ કરવામાં આવા હતા. જેના પરથી શીખવા મળ્યું કે ભણવા માટે વિદ્યાર્થીઓએ કોલેજ કે યુનિવર્સિટી આવવાની જરૂર નથી. પરંતુ યુનિવર્સિટી વિદ્યાર્થી સુધી જશે અને તેમને ઘરે બેઠા બેઠા ભણાવીને ડીગ્રી કે સર્ટિફિકેટ આપશે. આ ઉપરાંત જાન્યુઆરીથી નવું સત્ર શરુ કરવાની પણ એક પહેલ કરી છે.

કોર્સસમયગાળો
ડિપ્લો. ઈન ઓનલાઈન, ડિજિટલ જર્નાલિઝમ1 વર્ષ
ડિપ્લો. ઈન ડિજિટલ ફોટોગ્રાફી- વીડિયોગ્રાફી1 વર્ષ
ડિપ્લો. ઈન ટીવી એન્કરિંગ- રેડિયો જોકી1 વર્ષ
ડિપ્લો. ઈન સોશિયલ મીડિયા, કન્ટેન્ટ, માર્કેટિંગ-PR1 વર્ષ
સર્ટિ કોર્સ ઈન પોડકાસ્ટ6 મહિના
સર્ટિ. કોર્સ ઈન બ્લોગિંગ્સ વ્લોગર3 મહિના
સર્ટિ. કોર્સ ઈન ઓટીટી પ્લેટફોર્મ3 મહિના
સર્ટિ. કોર્સ ઈન આર્ટિ. ઈન્ટે. ટૂલ્સ એન્ડ એપ્રોચીસ ઈન મીડિયા3 મહિના
9. સર્ટિ કોર્સ ઈન સ્ટોરી ટેલર, સ્ટોરી રાઈટર3 મહિના
10. સર્ટિ કોર્સ ઈન પીઆર (ડિજિટલ મીડિયા)3 મહિના
11. સર્ટિ કોર્સ ઈન ડિજીટલ એડ3 મહિના
12. સર્ટિ. કોર્સ ઈન મોબાઈલ જર્નાલિઝમ6 મહિના
13. સર્ટિ. કોર્સ ઈન સ્વયંમ (MOOCs) ફોર ટીચર્સ1 મહિનો
અન્ય સમાચારો પણ છે...