તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઈમ:પતિના FBથી તસવીર ઉઠાવી અજાણ્યા વ્યક્તિએ ન્યુ રાણીપની પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી કોલગર્લ દર્શાવી બીભત્સ લખાણ મૂક્યું

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેસબુકમાં પ્રોફાઈલ સિક્યોર કરીને રાખવા આવા બનાવ બનતા અટકી શકે છે
 • પતિ રાજકોટમાં નોકરી કરે છે અને તેના ફેસબુક પરથી સ્ક્રિન શોટ લઈ ફેક આઈડી બનાવી પોસ્ટ કરતા પરિણીતાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ

શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી પરિણીતાના ફોટો પતિના ફેસબુક એકાઉન્ટમાંથી સ્ક્રિન શોટ લઈ અજાણી વ્યક્તિએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી તેના પર પોસ્ટ કરી દીધા હતા. ફોટો પોસ્ટ કરી તેમાં પતિનો મોબાઈલ નંબર અમે કોલગર્લ તરીકે દર્શાવતું બીભત્સ લખાણ લખ્યું હતું. પરિણીતાને આ મામલે જાણ થતાં તેણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.

સાયબર ક્રાઈમમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી
ન્યુ રાણીપ વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા રહે છે. તેના પતિ રાજકોટ ખાતે નોકરી કરે છે. થોડા દિવસ પહેલા પરિણીતાની મિત્રે તેને જાણ કરી હતી કે પાયલ પટેલ નામના ફેસબુક એકાઉન્ટમાં તેનો ફોટો, પતિનો મોબાઈલ નંબર અને કોલગર્લ દર્શાવતું બીભત્સ લખાણ લખ્યું છે. જેને લઈ તે એકાઉન્ટ પર તપાસ કરતા પાયલ પટેલના એકાઉન્ટમાં તેના પતિએ તેમના ફેસબુકમાં જે ફોટો મુક્યા હતા, તે જ ફોટોના સ્ક્રિન શોટ પાડી મુકવામાં આવ્યા હતા. જેને લઈ પરિણીતાએ સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રોફાઈલ સિક્યોર રાખવી જોઈએ
આ કિસ્સો લોકો માટે ચેતવતો કિસ્સો છે. લોકો પોતાના પર્સનલ ફોટો ફેસબુકમાં મુકતા હોય છે. એકાઉન્ટ સિક્યોર ન હોવાના કારણે આવા તત્વો ફોટોના સ્ક્રિન શોટ લઈ લેતા હોય છે. જેથી લોકોએ પોતાનું એકાઉન્ટ હવે સિક્યોર રાખવું જરૂરી છે. ફેસબુકમાં હવે પ્રોફાઈલ પણ સિક્યોર થઈ શકે છે. જેથી પ્રોફાઈલ સિક્યોર કરીને રાખવાથી આવા બનાવ બનતા અટકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો