સીએનજીના ભાવમાં 8 દિવસમાં ફરી એકવાર રૂ.1નો વધારો ઝીંકાયો છે. આ સાથે સીએનજીનો ભાવ રૂ. 82.59એ પહોંચ્યો છે. સીએનજીના ભાવમાં આ મહિનામાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 7મી એપ્રિલે રૂ.2નો વધારો થતાં સીએનજીનો ભાવ રૂ.79.59થી વધીને 81.59 પર પહોંચ્યો હતો. જ્યારે છેલ્લાં એક વર્ષમાં જ સીએનજીના ભાવમાં રૂ.28.92નો વધારો થયો છે.
સીએનજીના ભાવવધારાને પગલે અમદાવાદના રિક્ષાચાલકોએ એક દિવસની હડતાલ પાડી હતી. શુક્રવારે જ ભાવવધારો પાછો ખેંચવા અને રિક્ષા ભાડાંના લઘુતમ દરમાં વધારાની માગ કરી હતી. તેમાં કોઈ નિર્ણય લેવાય તે પહેલાં શનિવારે ફરી વાર સીએનજીના ભાવમાં રૂ.1નો વધારો ઝીંકાતા નવો ભાવ રૂ.82.59 થયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે સીએનજીનું ચલણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સીએનજીના ભાવ પણ તેજ ગતિએ વધી રહ્યા છે. એક સપ્તાહમાં પેેટ્રોલના ભાવ સ્થિર રહ્યા છે ત્યારે બીજી તરફ સીએનજીના ભાવ ભડકે બળી રહ્યા છે.
સીએનજીમાં છેલ્લાં એક વર્ષમાં કેટલો વધારો થયો?
તારીખ | ભાવ | વધારો (માં) |
25 જાન્યુ. 2021 | 53.67 | 0.95 |
17 ફેબ્રુ. 2021 | 54.62 | 0.68 |
8 જુલાઈ 2021 | 55.3 | 1 |
6 ઓગસ્ટ 2021 | 56.3 | 2.26 |
2 ઓક્ટો. 2021 | 58.56 | 1.3 |
6 ઓક્ટો. 2021 | 59.86 | (ઘટાડો) 1.63 |
11 ઓક્ટો. 2021 | 61.49 | 1.5 |
17 ઓક્ટો. 2021 | 62.99 | 2 |
2 નવે. 2011 | 64.99 | 0.76 |
5 ડિસે.2021 | 65.74 | 1.8 |
18 ડિસે. 2021 | 67.59 | 2.5 |
1 જાન્યુ. 2022 | 70.09 | 1 |
1 માર્ચ 2022 | 71.09 | 2 |
10 માર્ચ 2022 | 73.09 | 1.5 |
24 માર્ચ 2022 | 74.59 | 5 |
1 એપ્રિલ 2022 | 79.59 | 5 |
7 એપ્રિલ 2022 | 81.59 | 2 |
16 એપ્રિલ 2022 | 82.59 | 1 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.