તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસને નાથવા ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ઠપ થયા છે. જેના કારણે અનેક શ્રમિકો, કારગીરોની રોજગારી છીનવાઈ છે. અન્ય રાજ્યમાંથી ગુજરાત કમાણી અર્થે આવેલા લોકોની ધીરજ હવે ખૂટી છે અને તેઓ આ કપરા સમયમાં પોતાના વતન પરત જવા માટે આમ તેમ ફાંફા મારી રહ્યાં છે. જે લોકોથી વ્યવસ્થા થાય છે તેઓ ટ્રેન કે અન્ય વાહનો થકી પોતાના વતન પહોંચી રહ્યાં છે પરંતુ ઘણા શ્રમિકો છે જે પગપાળા પોતાના વતન જવા નીકળ્યા છે. વતન જવા માટે અધીરા બનેલા લોકોને સમજાવવા અને રોકવા માટે ગુજરાત પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. પોલીસ અનેક સ્થળે હાથમાં બેનરો લઇને જ્યાં છો ત્યાં રહેવા સમજાવી રહી છે.
અન્ય જગ્યાએ જવાથી કોરોનાનો વ્યાપ વધશે જેવા બનેરો બનાવ્યા
ગુજરાત પોલીસે અગલ-અલગ વિસ્તારમાં રહેતા શ્રમિકો ને અન્ય રાજ્યના લોકોની ખૂટી ગયેલી હિંમતને વધારવા અને તેમને સમજવા પ્રયાસો હાથ ધર્યા છે. લોકો પોતાના બાળકો અને પરિવારની ચિંતામાં ઘરેથી ચાલતા નીકળી રહ્યાં છે. તેવામાં પોલીસ દ્વારા હિન્દી અને ગુજરાતીમાં બેનરો છપાવીને તેમને અહીં રોકાવા અને પલાયન ન કરવા સમજાવવામાં આવી રહ્યાં છે. આ માટે પોલીસ દ્વારા અન્જય જગ્યાએ જવાથી કોરોનાનો વ્યાપ વધશે, સંક્રમણના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાશે, પોતાનો અન્ય લોકોનો જીવ ખતરામાં આવી જશે, જ્યાં છો ત્યાં જ રહો જેવા બેનર બનાવવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.