થર્ડ વેવની તૈયારી:AMC સંચાલિત SVP, LG અને શારદાબેન હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • SVP હોસ્પિટલમાં 2000, LG હોસ્પિટલમાં 6000 અને શારદાબેન હોસ્પિટલમાં 5000 લીટર ઓક્સિજન ટેન્ક લગાવાશે
  • SVPમાં 138, LGમાં 55, શારદાબહેન હોસ્પિટલમાં 17 અને VS હોસ્પિટલમાં 40 વેન્ટિલેટર લગાવાશે

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત થઇ ચુકી છે. રાજ્યમાં ત્રીજી લહેર સામે લડવા સરકાર આગોતરા આયોજન કરી રહી છે જેની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી શરૂ કરી દેવાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી હોસ્પિટલ કમિટીની બેઠકમાં AMCની ત્રણ હોસ્પિટલમાં ઓક્સિજન ક્ષમતા વધારવાનો તેમજ બેડની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. SVP હોસ્પિટલ, LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં મળી કુલ 31000 લીટર જેટલો ઓક્સિજન વધારવામાં આવશે.

SVP હોસ્પિટલમાં 20 હજાર લીટરની ટેન્ક છે
આજે મળેલી હોસ્પિટલ કમિટીમાં આગામી સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હતો. જેમાં SVP હોસ્પિટલમાં 20000 લીટરની ઓક્સિજન ટેન્ક છે. જેની સામે વધુ એક 20,000 લીટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ લાગશે. LG હોસ્પિટલમાં વધુ એક 6,000 લીટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ અને શારદાબહેન હોસ્પિટલમાં 5,000ની ક્ષમતાનો પ્લાન્ટ લગાડવામાં આવશે. જેના કારણે હવે ઓક્સિજન બહારથી લાવવાની જરૂર નહીં પડે.

વેન્ટિલેટર પણ લગાવાશે
કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરની અછત સર્જાઈ હતી. ત્યારે હવે VS, SVP, LG અને શારદાબેન હોસ્પિટલમાં કોર્પોરેટરોના ફંડમાંથી 250 વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે, તે ચારેય હોસ્પિટલમાં લગાડવામાં આવશે. જેમાં SVP હોસ્પિટલમાં 138, LG હોસ્પિટલમાં 55, શારદાબહેન હોસ્પિટલમાં 17 અને VS હોસ્પિટલમાં 40 જેટલા લગાવવામાં આવશે.