પોલીસ ભરતી:શારીરિક કસોટીની તારીખ બદલવા અરજી કરનાર ઉમેદવારોનું નવું લિસ્ટ જાહેર, કુલ 2100થી વધુ ઉમેદવારોની અરજી મંજૂર કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોને લગ્ન, સરકારી ભરતીની પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટની તારીખ એક જ આવતી હોવાથી તારીખ બદલવા અરજી

ગુજરાત પોલીસમાં PSI અને LRDની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી છે. ભરતીના કેટલાંક ઉમેદવારોને લગ્ન, સરકારી ભરતીની પરીક્ષાની તારીખ અને ફિઝિકલ ટેસ્ટની તારીખ એક જ આવતી હોવાથી PSI તેમજ LRD ભરતી બોર્ડે તારીખ બદલવાની અરજીઓ મંગાવી હતી. જેમાં PSI માટે ફિઝિકલ ટેસ્ટની તારીખ બદલવા અરજી કરનાર ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર કરાયા બાદ હવે નવું અપડેટ લિસ્ટ પણ https://psirbgujarat2021.in/ મુકવામાં આવ્યું છે. જેથી ઉમેદવારો વેબસાઈટ પર જઇ અને લિસ્ટ ચેક કરી શકે છે. 26 ડિસેમ્બરના રોજ GPSC પરીક્ષાના કારણે કોઈ ઉમેદવાર તારીખ બદલવા માગતા હોય તો તેમણે અત્યારે જ બોર્ડની અરજી કરી લેવાની રહેશે.

કુલ 3 હજારથી વધુ ઉમેદવારોની અરજી માન્ય રખાઈ
પોલીસ ભરતીની તારીખ બદલવા માટે અત્યાર સુધીમાં 2200 જેટલા ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી છે. આ પહેલા પ્રથમ તબક્કામાં 617 અને બીજા તબક્કામાં 1191 અને હવે ત્રીજા તબક્કામાં 1366 જેટલા ઉમેદવારોની અરજી માન્ય રાખીને તેઓનું લિસ્ટ જાહેર થયું હતું. PSI ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને ખાસ જણાવવામાં આવ્યું છે કે જૂનો કોલલેટર લઈને જ નવી તારીખ મુજબ ફિઝિકલ ટેસ્ટ માટે આવવાનું રહેશે. નવો કોલલેટર ઇશ્યુ કરવામાં આવશે નહીં. તારીખ બદલવા માટે બાકી રહેલી અરજીઓનું લિસ્ટ આગામી દિવસોમાં વેબસાઈટ પર મુકવામાં આવશે. તારીખ બદલવા માટે જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓના ગ્રાઉન્ડ એ જ રાખવામાં આવ્યા છે માત્ર તારીખ જ બદલવામાં આવી છે.

પોલીસ ભરતીમાં આ ઉમેદવારોની પરીક્ષાની તારીખ બદલી અપાઈ, જુઓ સંપૂર્ણ યાદી

3 ડિસેમ્બરથી પોલીસ ભરતી શરૂ થઈ
રાજ્યમાં પોલીસ ભરતીની પ્રક્રિયામાં PSI અને LRDની 11 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 3 ડિસેમ્બરથી રાજ્યનાં 15 મેદાનોમાં શરૂ થયેલી આ પરીક્ષા 29 જાન્યુઆરી સુધી ચાલવાની છે, જેમાં 12 લાખથી પણ વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

6 વાગ્યાથી પરીક્ષા શરૂ થાય છે
સવારે 6 વાગ્યાથી પોલીસ ભરતીના ઉમેદવારની પરીક્ષા શરૂ થાય છે. ગ્રાઉન્ડના મુખ્ય દરવાજાથી સવારે 6 વાગ્યે કોલલેટર તપાસીને તેમને પ્રવેશ આપવામાં આવે છે. ઉમેદવારોએ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યા બાદ હોલ્ડિંગ નંબર-1, એટલે કે વેઈટિંગ એરિયામાં બેસવાનું રહે છે. બાદમાં હોલ્ડિંગ એરિયા નંબર-2માં ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થાય છે. 200ની સંખ્યામાં ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારોને હોલ્ડિંગ એરિયા, જ્યાં રજિસ્ટ્રેશન થયેલા 200ની સંખ્યામાં ઉમેદવારોને દોડ માટે માર્ગદર્શન અપાશે અને RFID ટેગ/ચેસ્ટની ચકાસણી કરવામાં આવશે.