તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ITની નવી વેબસાઈટ શરૂ થઈ પણ લોગઈન થતું નથી, પોર્ટલ પર કાર્યવાહી ન થતાં કરદાતા હેરાન

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુદતના અંતિમ દિવસે જવાબ નહીં આપી શકતા કરદાતાને મોટી ડિમાન્ડની જવાબદારી આવી પડશે

7 જૂને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કરદાતાઓ માટે નવી વેબસાઈટ લોન્ચ કરી છે. ત્રણ દિવસ થવા છતાં કરદાતા લોગઈન કરી શકતા નથી. મુદતના છેલ્લા દિવસે નોટિસનો જવાબ ન આપી શકતા ડિપાર્ટમેન્ટ એક પક્ષીય કાર્યવાહી કરે છે.

સાઈટ પર લોગઈન ન થતાં કરદાતાઓના પાન નંબર ઇનવેલિડ બતાવે છે. આમ આના કારણે કરદાતા પોર્ટલ પર પોતાની કાર્યવાહી શરૂ કરી શકયા નથી. વેબસાઇટ બંધ થવાની હતી ત્યારે મોટી સંખ્યામાં કરદાતાને નોટિસ પાઠવી હતી. જેની અંતિમ મુદત 8 જૂન હતી પણ નવી વેબસાઇટમાં ઓપરેશન ન થઇ શકતા વેબસાઇટ પર લોગઈન ન થવાથી ઘણાં બધા કરદાતાઓ પોતાની નોટિસનો જવાબ આપી શકયા નથી. જેના કારણે કરદાતાઓને મોટી ડિમાન્ડની જવાબદારી આવી પડશે.

વધારામાં વેબસાઇટ શરૂ ન થતા એમએસએમઇ ઉદ્યોગ આધાર અને આઇસી નંબર તેમજ આરઓસીમાં નવું રજિસ્ટ્રેશન અટકી પડ્યું છે. આમ ભારતમાં નવી ફર્મમાં રજીસ્ટ્રેશન આ કારણોસર અટકી પડ્યું છે. ઇન્ફોસિસના જણાવ્યા મુજબ વેબસાઇટ શરૂ થતા હજી એક સપ્તાહનો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...