મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ:ગુજરાતના નવા મંત્રીઓ સોમવારે 12.39ના વિજય મુહૂર્તમાં સંભાળશે કાર્યભાર, 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ

અમદાવાદ3 મહિનો પહેલા
શપથવિધિ દરમિયાન નવા મંત્રીઓ
  • સતત 15 દિવસ સુધી ફાળવેલા વિભાગો બાબતે જ કામગીરી કરવાની રહેશે
  • બિનજરૂરી પ્રવાસ ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી

તાજેતરમાં વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામું લઈ ગુજરાતમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ પણ થઈ ગઈ છે. આ વખતે તદ્દન નવા ચહેરા સાથેના મંત્રીમંડળ પાસે તરવરાટપૂર્ણ કામગીરીની રાજ્યની પ્રજાને અપેક્ષા છે. આ નવા મંત્રીઓ સોમવારે એટલે કે 20 સપ્ટેમ્બરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તે તેમના કાર્યાલયમાં પ્રવેશ કરી કાર્યભાર સંભાળશે. નવા મુખ્યમંત્રીના પ્રધાન મંડળના સભ્યોને 15 દિવસ ગાંધીનગર નહીં છોડવા આદેશ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને ફાળવેલા વિભાગો બાબતે જ કામગીરી કરવાની રહેશે. બિનજરૂરી પ્રવાસ ન કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

નીતિન પટેલની એક ચેમ્બર રાજેન્દ્ર ત્રિવેદીને અને બીજી જિતુ વાઘાણીને ફાળવાઈ

એક વર્ષમાં જ પર્ફોર્મ કરી બતાવવું પડશે
આ આદેશથી એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ આપેલા મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સના મંત્ર સાથે કામ કરવું પડશે. નવા મંત્રીઓએ વિધાનસભા ચૂંટણી આડે રહેલા એક વર્ષના સમયમાં જ પર્ફોર્મ કરવું પડશે.

મંત્રીઓ PM મોદીના જન્મદિવસના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત
ગુરૂવારે યોજાયેલી શપથવિધિ બાદ કમલમ ખાતે પહેલીવાર મંત્રી તરીકે પહોંચેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સંદર્ભે આયોજિત વિવિધ કાર્યક્રમમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. આમ 17મી સપ્ટેમ્બરના રોજ મંત્રીઓ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી કોઈ મંત્રીએ અધિકૃત રીતે ચાર્જ સંભાળ્યો નથી. જો કે હવે 20 સપ્ટેમ્બરથી મંત્રીઓ મુહૂર્ત પ્રમાણે પોતાના મંત્રાલયની ઓફિસમાં કાર્યભાર સંભાળશે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની વિશેષતાઓ
- કેબિનેટમાં જ્ઞાતિનું સમીકરણઃ 7 પાટીદાર, 7 ઓબીસી, 5 આદિવાસી, 2 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન સામેલ.
- ઝોનવાર મંત્રીઓઃ દક્ષિણ ગુજરાત- 8, મધ્ય ગુજરાત- 7, સૌરાષ્ટ્ર-કચ્છ - 7 અને ઉત્તર ગુજરાત- 3
- સ્પીકર ફાવ્યાઃ પૂર્વ વિધાનસભા સ્પીકર અને વડોદરાના સિનિયર નેતા રાજેન્દ્ર ત્રિવેદીનું કેબિનેટમાં નંબર 2નું સ્થાન
- સુશિક્ષિત કેબિનેટઃ 10 કેબિનેટ મંત્રીમાંથી 4 એલએલબી અને 3 ધો.10 પાસ, 2 કોમર્સ ગ્રેજ્યુએટ અને 1 ડિપ્લોમા સિવિલ એન્જિનિયર
- મહિલાશક્તિઃ નવી કેબિનેટમાં પણ નારી સશક્તીકરણની વાતો વચ્ચે માત્ર 2 મહિલાને સ્થાન, રૂપાણી કેબિનેટમાં હતી 1 મહિલા

કોની પાસે કયું ખાતું

મુખ્યમંત્રીકયો વિભાગ
ભૂપેન્દ્ર પટેલ

સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલા ન હોય એવા વિષયો/વિભાગો

કેબિનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદીમહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જિતુભાઈ વાઘાણીશિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાદ્યોગિક
ઋષિકેશ પટેલઆરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણીપુરવઠો
પૂર્ણેશ મોદીમાર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજી પટેલકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન
કનુ દેસાઇનાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ
કિરીટસિંહ રાણાવન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશ પટેલઆદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદીપસિંહ પરમારસામાજિક ન્યાય અને અધિકારિતા
અર્જુનસિંહ ચૌહાણગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ
રાજયકક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી

રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન

જગદીશ વિશ્વકર્મા

કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી

બ્રિજેશ મેરજાશ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જિતુ ચૌધરીકલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
મનીષાબેન વકીલમહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારિતા
રાજયકક્ષાના મંત્રી
મુકેશ પટેલકૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષાબેન સુથારઆદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદ રૈયાણીવાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેર ડીંડોરઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કીર્તિસિંહ વાઘેલાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમારઅન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણાસામાજીક ન્યાય અને અધિકારિતા
વિનોદ મોરડિયાશહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ
દેવા માલમપશુપાલન અને ગૌસંવર્ધન
અન્ય સમાચારો પણ છે...