સીએમ ઈન એક્શન:શપથવિધિ પતાવીને નવા CM ભૂપેન્દ્ર પટેલે પહેલી જ મિટિંગ પૂર ઈમરજન્સીની કરવી પડી, સૌરાષ્ટ્રના વરસાદ-રાહત કાર્યની સમીક્ષા કરી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
મુખ્યમંત્રીપદના શપથ લેતા ભૂપેન્દ્ર પટેલ.
 • મિટિંગમાંથી જ જામનગરના કલેક્ટરને ફોન કરીને બચાવ તેમજ રાહત કામગીરીનાં જરૂરી પગલાં માટે સૂચના આપી હતી
 • અમિત શાહ ઉપરાંત રૂપાણી, નીતિન પટેલ સહિતના ભાજપના અગ્રણી નેતાઓને મળ્યા, શુભેચ્છા પ્રાપ્ત કરી

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં. અહીં તેમણે સૌથી પહેલી મિટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી ઈમરજન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી. ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી તરીકે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા છે. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ્ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.

રાજ્યપાલે ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. વડાપ્રધાન મોદીએ બીજા ટ્વીટમાં કહ્યું હતું કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ દરમિયાન લોકો સાથે મૈત્રીપૂર્ણ પગલાં લીધાં છે. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી છે. મને ખાતરી છે કે તેઓ આવનારા સમયમાં જાહેર સેવામાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ

મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીયમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દિકરી અનારબેન પટેલ પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્દ્રીય મંત્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી
કેન્દ્રીય મંત્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી

ઘાટલોડિયામાં ઠેરઠેર અભિનંદનનાં પોસ્ટરો લાગ્યાં
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ જાહેરાત થતાં જ સ્થાનિક લોકો અને કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઇ છે. ભૂપેન્દ્ર પટેલની સાંજે મુખ્યમંત્રીની જાહેરાત થતાં જ રાતોરાત ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નવા મુખ્યમંત્રી તરીકે તેમને અભિનંદન આપતાં પોસ્ટરો લાગી ગયાં હતાં. સ્થાનિક મંડળો અને ઘાટલોડિયા વિધાનસભા તરફથી ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપતાં પોસ્ટરો ઠેરઠેર જોવા મળ્યાં હતાં. ઘાટલોડિયામાં કે.કે નગર પાટીદાર ચોક, પ્રભાત ચોક, ઘાટલોડિયા ગામ, મેમનગર, સીપી નગર, ગુરુકુલ, નારણપુરા વગેરે જગ્યાએ 100થી વધુ અભિનંદનનાં પોસ્ટરો મારવામાં આવ્યાં છે.

ભૂપેન્દ્ર પટેલનો પરિવાર શપથગ્રહણ સમારોહમાં પ્રથમ હરોળમાં બેઠો હતો.
ભૂપેન્દ્ર પટેલનો પરિવાર શપથગ્રહણ સમારોહમાં પ્રથમ હરોળમાં બેઠો હતો.

જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ બપોરનો 2:20નો સમય કેમ?
આજે 13-09-2021ના પંચાંગ પર દૃષ્ટિ કરીએ તો નક્ષત્ર જયેષ્ઠા છે, તિથિ સુદ-સાતમ છે અને સોમવાર છે. આ તમામ રાજ્યાભિષેક કરવા માટે ઉત્તમ છે. ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો સૂર્ય હાલ સિંહ, એટલે કે પોતાની સ્વગૃહી રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે, જે રાજકારણ માટેનો કારક ગ્રહ છે. શનિ પણ પોતાની સ્વગૃહી રાશિ મકર રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ તમામ સ્થિતિ રાજકારણની દૃષ્ટિએ શુભ ગણી શકાય. બપોરે 2.20 વાગ્યે ચલ ચોઘડિયું છે, જે સામાન્ય ગણવામાં આવે છે (ના શુભ ના અશુભ) અને 2.20એ ચન્દ્રની હોરા રહેશે, જે શુભ ગ્રહ ગણવામાં આવે છે, તેથી આજના દિવસે લીધેલા શપથ શુભ સાબિત થઈ શકે છે, પરંતુ ચન્દ્ર 2.20 વાગ્યાની કુંડળીમાં બારમા સ્થાને હોવાથી મુખ્યમંત્રીશ્રીને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ભાજપના કાર્યકરો અને ભૂપેન્દ્ર પટેલના સમર્થકો રાજભવન પહોંચ્યા.
ભાજપના કાર્યકરો અને ભૂપેન્દ્ર પટેલના સમર્થકો રાજભવન પહોંચ્યા.

હવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધિ પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રીની શપથવિધિ આજે બપોરે 2.30 વાગ્યે યોજાશે. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા.

નીતિનભાઈ, વિજય રૂપાણી અને પાટીલ સાથે મુલાકાત
નીતિન પટેલે કહ્યું હતું કે હું ભૂપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જૂના અને નજીકના મિત્ર છે. સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આજના શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત, કર્ણાટક, ગોવા અને આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. શપથવિધિ બાદ મહત્ત્વની બેઠક મળશે, જેમાં મંત્રીમંડળને લઈને ચર્ચાઓ કરાશે. નીતિન પટેલ બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી.

નીતિન પટેલના ઘરે નવા સીએમની ચાય પે ચર્ચા.
નીતિન પટેલના ઘરે નવા સીએમની ચાય પે ચર્ચા.

શપથ લીધા પહેલાં જ પ્રજાલક્ષી અભિગમ
ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલાં 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

ઘરેથી ભગવાનની પૂજા-અર્ચના કરી રહેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
ઘરેથી ભગવાનની પૂજા-અર્ચના કરી રહેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

સરકાર રચવાનો દાવો કર્યા બાદ દાદા ભગવાનનાં દર્શને ગયા હતા
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યાં હતાં. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસીને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહેશે
આજે ગુજરાતના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં કર્ણાટકના સીએમ બસાવરાજ બોમ્માઈ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવે તેવી સંભાવના છે. એ ઉપરાંત અમિત શાહ પણ આજે ખાસ ઉપસ્થિત રહેશે.

ભૂપેન્દ્ર પટેલ રસ્તામાં રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે.
ભૂપેન્દ્ર પટેલ રસ્તામાં રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે.

અમિત શાહની હાજરીમાં નવા મંત્રીમંડળનો નિર્ણય થશે
બીજા ધારાસભ્યોની જેમ ભૂપેન્દ્રભાઈ પણ કમલમની બેઠકમાં સામેલ થવા નીકળ્યા હતા. તેઓ રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે. કમલમમાં દાખલ થયા અને ધારાસભ્યોની પાંચમી લાઈનમાં જઇને બેસી ગયા. થોડીવાર પછી મંચ પરથી એલાન થયું કે ભૂપેન્દ્ર પટેલ સીએમ હશે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. ત્યાર બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા એનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. અમિત શાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવશે અને અનઔપચારિક બેઠક મળશે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને નવા મંત્રીમંડળનાં નામોની મહોર લાગશે.

ઘાટલોડિયા વિધાનસભા બેઠકના બીજા મુખ્યમંત્રી, પહેલા બેન અને હવે દાદા
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, અગાઉ આનંદીબેન પટેલ 2012માં આ જ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા હતાં, 2014માં મુખ્યમંત્રી બન્યાં હતાં, બેનના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની ટિકિટ બેનની ભલામણથી આપવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ પણ બેનની બેઠક પર ધારાસભ્ય પણ બન્યા અને બેનની જેમ મુખ્યમંત્રી પણ મળ્યા.

અમિત શાહની હાજરીમાં નવા મંત્રીમંડળનો નિર્ણય લેવાઈ શકે છે ( ફાઈલ ફોટો).
અમિત શાહની હાજરીમાં નવા મંત્રીમંડળનો નિર્ણય લેવાઈ શકે છે ( ફાઈલ ફોટો).

મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત

 • મૂળ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા ભૂપેન્દ્ર પટેલ.
 • આજે પણ દરિયાપુર વિસ્તારમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો 'કડવાપોળના લાડકવાયા' જ કહે છે.
 • 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા.
 • પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ.
 • ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.
 • એ પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. આનંદીબેન પટેલના ખાસ છે ભૂપેન્દ્ર પટેલ.
 • પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ.
 • જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.
 • 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધીનો જ છે
 • વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે
 • ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા
 • 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતાં, જેમણે જતાં-જતાં તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી. પોતાના મતવિસ્તારમાં મજબૂત લોકસંપર્ક ધરાવે છે ભૂપેન્દ્ર પટેલ.
 • ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા એ સમયે ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ રૂ. 5.20 કરોડની અસ્ક્યામતો ધરાવે છે.
 • ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટૂ-વ્હીલરની માલિકી ધરાવે છે.
અન્ય સમાચારો પણ છે...