આ કિંગની સાથે કિંગ મેકર પણ છે!:ઇન્દ્રવિજયસિંહ ગોહિલથી કોંગ્રેસમાં નવા જૂથ 'IG GROUP'નો ઉદય, 12 યુવા નેતાને એકલાહાથે અપાવી વિધાનસભાની ટિકિટ

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: આનંદ મોદી

'....હું તો કહું ને તો ઇન્દ્રવિજયસિંહના કારણે જ કોંગ્રેસમાં બદલાવ આવ્યો છે અને એ યુવાનોના રોલ મોડલ છે. મને વિધાનસભાની ટિકિટ મળી છે એમાં મુખ્ય માધ્યમ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ જ છે' આ શબ્દો છે વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારના...કોંગ્રેસમાં શરૂઆતથી જુથવાદ ચાલતો આવ્યો છે ત્યારે હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથનો ઉદય થયો છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા 12 જેટલા યુવા નેતાઓને ટિકિટ અપાવવામાં આવી છે. છેલ્લા 10 વર્ષ યુવા કોંગ્રેસીઓના નેતા તરીકે કામ કરી કિંગની સાથે હવે કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે.

અત્યારે ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું યુવાઓનું જૂથ કોંગ્રેસમાં ચાલી રહ્યું છે
કોંગ્રેસમાં શરૂઆતથી જુદવાદ ચાલતો આવ્યો છે ત્યારે હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલના જૂથનો દબદબો જોવા મળ્યો છે. કોંગ્રેસે 182 ઉમેદવારને તબક્કાવાર ટિકિટ આપી છે જેમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલના જૂથના 12 યુવા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. અગાઉ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓનો જૂથ ચાલતું હતું તે જ પ્રમાણે અત્યારે ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું પણ યુવાઓનું જૂથ કોંગ્રેસમાં ચાલી રહ્યું છે.

મજબૂત યુવા નેતા તરીકે કોંગ્રેસમાં ઓળખાતા
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે 1997થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં ઝંપલાવ્યું હતું. 2002માં ગુજરાત NSUIના પ્રમુખ બન્યા હતા.2005માં ગુજરાત યુનિવર્સીટીની ચૂંટણીમાં NSUI ને ભવ્ય વિજય અપાવી હતી.2009માં કોંગ્રેસમાં શરૂ થયેલ યુથ કોંગ્રેસ માટેની ચૂંટણી લડીને યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.આમ 7 વર્ષ NSUI અને 3 વર્ષ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા.બંને હોદ્દા બાદ મજબૂત યુવા નેતા તરીકે તેઓ કોંગ્રેસમાં ઓળખાતા હતા.

માર્ગદશન હેઠળ અનેક યુવા નેતા તૈયાર થયા
2012થી 2022 સુધી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને 2022માં જ તેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.રાજકારણમાં સક્રિય થયા બાદ તેમના માર્ગદશન હેઠળ અનેક યુવા નેતા તૈયાર થયા હતા. NSUI અને યુથ કોંગ્રેસના પ્રમુખ પણ તે નક્કી કરે તેમને જ બનાવવામાં આવ્યા હતા.આજે પણ કોંગ્રેસમાં યુવાઓના નેતા તરીકે તે ઓળખાય છે.યુવા કાર્યકરો તેમને યુવા બ્રિગેડ તરીકે પણ ઓળખે છે.

જેતે સમયે ઇન્દ્રવિજયસિંહ-હાર્દિકના જૂથ આમને-સામને હતું
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુવાઓને સાથે રાખીને જ પોતાનું જૂથ મજબૂત કર્યું છે. કોંગ્રેસ પક્ષમાં હાર્દિક પટેલનું જૂથ તેમનાથી અલગ હતું. જેથી હાર્દિક પટેલ જે સમયે કોંગ્રેસમાં હતા ત્યારે બંને જૂથ વચ્ચે આંતરિક વિવાદ પણ ચાલી રહ્યા હતા. હાર્દિકે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેમાં નામ વિના ઇન્દ્રવિજયસિંહ પર આક્ષેપ કર્યા હતા.આ ઉપરાંત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ પણ ઇન્દ્રવિજયસિંહના નામ લીધા વિના આક્ષેપ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. કોંગ્રેસમાં 12 જેટલા યુવા નેતાઓને ઇન્દ્રવિજય ગોહિલ દ્વારા જ ટિકિટ અપાવવામાં આવી છે.

સાથે કામ કરી ચૂકેલાને ટિકિટ અપાવી
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે અથવા તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને ભુતકાળમાં તેમની સાથે કામ કરી ચૂકેલા 12 જેટલા ઉમેદવારોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે. યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાને ધંધુકા, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માનસિંહ ડોડીયાને તલાલા, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને થરાદ વિધાનસભા પરથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 9 ઉમેદવારો જે ભૂતકાળમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે NSUI કે યુથ કોંગ્રેસમાં જોડાયેલા હતા તેમને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલના જૂથનો દબદબો.
કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલના જૂથનો દબદબો.

કોંગ્રેસમાં યુવા નેતાઓને લઈને બદલાવ આવ્યો
ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસમાં યુવા નેતાઓને લઈને બદલાવ આવ્યો હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ માની રહ્યા છે. યુવાઓને સાથે લઈને જ કોંગ્રેસ આગળ વધી શકે છે તેની ધારણા સાથે વિધાનસભા ચૂંટણીમાં યુવાઓને સ્થાન આપવામાં આવ્યું થે. ધણી બેઠકો પર સિટિંગ ધારાસભ્યોને કાપીને યુવા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.

ઇન્દ્રવિજયસિંહ ગોહિલે 1997થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં ઝંપલાવ્યું હતું.
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે 1997થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં ઝંપલાવ્યું હતું.

ઈન્દ્રવિજયસિંહ ટિકિટ અપાવવામાં માધ્યમ બન્યા
વિધાનસભામાં ટિકિ મેળવવામાં ઈન્દ્રવિજયસિંહના મુખ્યફાળો હોવાનું યુવા નેતાઓનો મત છે. ત્યારે 12 જેટલા જે નેતાઓને ટિકિટ ફાળવવામાં આવી છે. તે ઈન્દ્રવિજયસિંહ સાથે NSUI કે યુથ કોંગ્રેસમાં કામ કરી ચૂક્યા છે. NSUI અને યુથ કોંગ્રેસથી સાથે કામગીરી કરવાના કારણે ઈન્દ્રવિજયસિંહ તેમના રોલ મોડલ છે. વિધાનસભામાં ઈન્દ્રવિજયસિંહ દ્વારા જેમને ટિકિટ અપાવવામાં માધ્યમ બન્યા છે. તેમાં મોટા ભાગના નવા ચહેરાઓ છે. ગુબાબસિંહ રાજપૂત પહેલા પણ ચૂંટણી લડી ચૂક્યા છે.

2002માં ગુજરાત NSUIના પ્રમુખ બન્યા હતા.
2002માં ગુજરાત NSUIના પ્રમુખ બન્યા હતા.

હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ આપવા શક્તિપ્રદર્શન
ગત અઠવાડિયે જ યુથ કોંગ્રેસ અને NSUI ના સંયુક્ત કારોબારી યોજાઈ હતી જેમાં યુવા કાર્યકરો અને નેતાઓએ ભેગા થઈને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ શક્તિપ્રદર્શનમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. શક્તિ પ્રદર્શનમાં રાજ્યભરના યુવા કાર્યકરો આવ્યા હતા. હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ આપવા માટે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેની કોંગ્રેસે નોંધ લઈને ચાલુ ધારાસભ્યની ટિકિટ કાપીને હરપાલસિંહ ચુડાસમાને ધંધુકા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

2022માં ઈન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
2022માં ઈન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

મોટા ભાગના યુવા નેતા મારી સાથે જ તૈયાર થયા છે
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હું સામાન્ય કાર્યકર્તા તરીકે આવ્યો હતો. આજે યુવાઓ મારી સાથે છે. મારી સાથે કામ કર્યું હોય તેવા અનેક લોકોને કોંગ્રેસમાં જ નહીં પરંતુ ભાજપમાં પણ ટિકિટ મળી છે. 20 વર્ષથી અનેક યુવાઓ કોંગ્રેસમાં તૈયાર થયા છે. મેરિટના આધારે ટિકિટ આપવામાં આવી છે. પક્ષે તમામ ઉમેદવારોના કામ જોઈને ટિકિટ આપી છે. મોટા ભાગના યુવા નેતા મારી સાથે જ તૈયાર થયા છે. હું કાર્યકારી પ્રમુખ ન બન્યો હોત તો પણ યુવા નેતાઓને ટીકીટ તો મળતી.

ઇન્દ્રવિજયસિંહ ગોહિલના માર્ગદશન હેઠળ અનેક યુવા નેતા તૈયાર થયા.
ઇન્દ્રવિજયસિંહ ગોહિલના માર્ગદશન હેઠળ અનેક યુવા નેતા તૈયાર થયા.

જિલ્લા પંચાયતમાં પણ ઈન્દ્રવિજયસિંહના માધ્યમથી જ ટિકિટ મળી હતી
ધંધુકાના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તૂટતી કોંગ્રેસને બચાવવામાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો ફાળો રહેલો છે.હું ત્રણ વખત જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો તથા ધંધુકા વિધાનસભા પરથી હવે ચૂંટણી લડીશ.મને જિલ્લા પંચાયત અને વિધાનસભામાં ટિકિટ ઇન્દ્રવિજયસિંહના માધ્યમથી જ મળી છે.

યુવા કાર્યકરો ઇન્દ્રવિજયસિંહ ગોહિલને યુવા બ્રિગેડ તરીકે પણ ઓળખે છે.
યુવા કાર્યકરો ઇન્દ્રવિજયસિંહ ગોહિલને યુવા બ્રિગેડ તરીકે પણ ઓળખે છે.

ટિકિટ અપાવવામાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને અન્ય નેતાઓની મદદ
તલાલાના ઉમેદવાર માનસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ NSUIના ગુજરાતના પ્રમુખ હતા. ત્યારે હું જિલ્લા પ્રમુખ હતો,તે યુથ કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે હું યુથમાં ડેલીગેટ હતો.ઇન્દ્રવિજયસિંહ ગોહિલ મારા નેતા અને સાથી છે.મને ટિકિટ અપાવવામાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને અન્ય નેતાઓએ મદદ કરી છે.

ઇન્દ્રવિજયસિંહ ગોહિલ કોંગ્રેસમાં યુવાઓના નેતા તરીકે ઓળખાય છે.
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ કોંગ્રેસમાં યુવાઓના નેતા તરીકે ઓળખાય છે.

અનેક નેતાઓએ મને ટિકિટ અપાવવામાં મદદ કરી
અસારવાના ઉમેદવાર વિપુલ પરમારે જણાવ્યું હતું કે મારી પરીસ્થિતિ સારી નથી જેથી અનેક નેતાઓએ મને ટિકિટ અપાવવામાં મદદ કરી છે. એક માત્ર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જ નહીં પરંતુ કોંગ્રેસના અન્ય હોદ્દેદારોના કારણે મને ટિકિટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...