તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવાઇ સફર:અમદાવાદથી જયપુર, પૂણે, ઉદયપુર, ગ્વાલિયર માટે નવી ફ્લાઈટો શરૂ થશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 જુલાઈ પછી સર્વિસ શરૂ થશે

દેશના નાના શહેરોને મેટ્રોસિટી સાથે જોડતા સ્પાઈસ જેટ એરલાઈન્સે નવી ફ્લાઈટો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અમદાવાદથી ઉદયપુર, જયપુર, ગ્વાલિયર, પૂણે માટે તેમજ સુરતથી પટણા, જયપુર, પૂણે, બેંગાલુરુ, જબલપુર અને હૈદરાબાદ માટે નવી ફ્લાઈટો શરૂ કરાશે. 10 જુલાઈ બાદ શરૂ થનારી આ ફ્લાઈટના ભાડા 2500-3000 રૂપિયાથી શરૂ થશે.

સ્પાઈસ જેટના અધિકારી અનુસાર, એરલાઈન્સ દ્વારા સુરત-જબલપુર, સુરત-પૂણે, સુરત-પટણા માટે નવી ફ્લાઈટ જ્યારે અમદાવાદ-જયપુર અને અમદાવાદ-પૂણે માટે બીજી ફ્લાઈટની સુવિધા શરૂ કરાશે. એજ રીતે અમદાવાદ- ઉદયપુર અને અમદાવાદ-જયપુરની બંધ કરાયેલી ફ્લાઈટો પણ હવે શરૂ કરાશે. આ તમામ ફ્લાઈટનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. તેની સાથે જ એરલાઈન્સ બોઈંગ-737 અને ક્યુ-400 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

ભાડું 2500થી 3 હજાર વચ્ચે રહેશે

ફ્લાઈટ નંબરફ્લાઈટઉપડશેપહોંચશે
એસજી 3018અમદાવાદ-ઉદયપુર7.05 AM8.15 AM
એસજી 3019ઉદયપુર-અમદાવાદ9.00 AM10.10 AM
એસજી 3433જયપુર-અમદાવાદ6.45 AM7.50 AM
એસજી 3435અમદાવાદ-ગ્વાલિયર8.20 AM10.05 AM
એસજી 3438ગ્વાલિયર-અમદાવાદ4.00 PM5.45 PM
એસજી 3433અમદાવાદ-પૂણે8.20 AM9.40 AM
એસજી 3434પૂણે-અમદાવાદ3.50 PM5.10 PM
એસજી 3434અમદાવાદ-જયપુર6.15 PM7.45 PM
એસજી 0343પટણા-સુરત9.25 AM11.40 AM
એસજી 0344સુરત-પટણા12.40 PM3.10 PM
એસજી 3419જયપુર-સુરત8.00 AM9.50 AM
એસજી 3420સુરત-પૂણે10.30 AM11.35 AM
એસજી 3421પૂણે-સુરત12.00 PM1.15 PM
એસજી 3424સુરત-બેંગાલુરુ2.45 PM5.00 PM
એસજી 3425બેંગાલુરુ-સુરત6.30 PM8.45 PM
એસજી 3426સુરત-જયપુર9.05 PM11.00 PM
એસજી 3419જયપુર-સુરત7.00 AM8.45 AM
એસજી 3419સુરત-જબલપુર9.10 AM11.00 AM
એસજી 3420જબલપુર-સુરત11.20 AM1.15 PM
એસજી 3422સુરત-હૈદરાબાદ2.45 PM4.35 PM
એસજી 3423હૈદરાબાદ-સુરત5.10 PM6.55 PM
અન્ય સમાચારો પણ છે...