ગુજરાત યુનિવર્સિટીએ ઇન્સ્ટીટયુટ ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ નામનો કોર્ષ શરુ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી હેઠળ સ્વતંત્ર સંસ્થા તરીકે યુનિસેફની ટેકનિકલ સહાય દ્વારા સામાજિક અને વ્યવહારિક પરિવર્તનને મજબૂત કરવા કાર્યરત રહેશે. ઇન્સ્ટીટયુટ ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ સામાજિક ઉત્થાન માટે બિહેવિરીયલ સાયન્સ એપ્લીકેશનમાં નવું પરિવર્તન લાવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓને લગતા જ્ઞાનાત્મક, સામાજિક અને માળખાકીય નિર્ધારકોને સંબોધવા માટે બિહેવિરીયલ સાયન્સ એપ્લિકેશનમાં ISBCની મલ્ટી ડીસીપ્લીનરી સેન્ટર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. એપ્લાઈડ રીસર્ચ માટેની અધ્યતન સંસ્થા તરીકે તથા અત્યાધુનિક કમ્યુનિટી એન્ગેજમેન્ટ અને સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન અભિગમોને સરળ બનાવવા અને સામાજિક અને વ્યવહારિક પરિવર્તનના પ્રયત્નોને આગળ વધારવા અને વિસ્તૃત કરવા માટે તથા ટેકનોલોજી વિકલ્પોને એકીકૃત કરવા માટે ISBCની સ્થાપના કરવામાં આવી છે.
સેન્ટર ઓફ એક્સલન્સના વડા ડૉ. સોનલ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સંસ્થા સામાજિક પરિબળો અને પ્રયોગોને સરળ બનાવવા, સામાજિક પરિવર્તન માટે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક, કોર્પોરેટ્સ, મીડિયા અને નાગરિક સમાજ સંગઠાનોમાં વર્તણુકીય સૂઝ સુધારવા માટે ડીઝાઈન થીંકીંગનું ઉત્કૃષ્ટ માળખું પૂરું પાડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.