તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભણતર:અમદાવાદ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રમાં 'બ્રિજ કોર્ષ'નો આરંભ, વિદ્યાર્થીઓના ઘર સુધી પુસ્તકો પહોંચાડાયા

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા પુસ્તકો સાથે શિક્ષકો - Divya Bhaskar
વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા પુસ્તકો સાથે શિક્ષકો
  • અમદાવાદ શહેર અને ગ્રામ્યના વિદ્યાર્થીઓને 'બ્રિજ કોર્ષ'ના પુસ્તકો અપાયા.

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સત્રના પ્રારંભે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓના ગત વર્ષના શિક્ષણનો પુનરાવર્તન કરાવવાના હેતુથી “બ્રિજ કૉર્ષ ” તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ શહેરના અંદાજીત 2.18 લાખ વિદ્યાર્થીઓ અને ગ્રામ્યના અંદાજીત 3.30 લાખ વિદ્યાર્થીઓને “બ્રિજ- કૉર્ષ”ના પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બાળકો માટે "બ્રિજ કોર્ષ"નું નિર્માણ
કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સલામતીને ધ્યાનમાં લઇ ઓનલાઇન શિક્ષણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોનાકાળમાં સ્કૂલમાં શિક્ષણ મોકૂફ રાખીને બાળકોને ઘેર બેઠા શિક્ષણ મળી રહે તે માટેના તમામ પ્રયાસો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ઓનલાઇન શિક્ષણ મેળવતી વખતે ક્યાંય કચાશ રહી ગઇ હોય, ટેકનિકલ કારણોસર અભ્યાસક્રમનું અધ્યયન કરવામાં મુશ્કેલી પડી હોય તેના નિવારણ સ્વરૂપ ગુજરાત સરકાર દ્વારા આ “બ્રિજ કોષ”નું નિર્માણ કરવામાં આવ્યું છે.

પુસ્તક સાથે વિદ્યાર્થીઓ
પુસ્તક સાથે વિદ્યાર્થીઓ

2.3 લાખ વિદ્યાર્થીઓને બ્રિજ કોર્ષના પુસ્તકો પહોંચાડવાની કામગીરી
આ બ્રિજ કોર્ષમાં સમાવિષ્ટ અભ્યાસક્રમ માટે રાજ્યના શિક્ષકોની તાલીમ હાથ ધરવામાં આવી છે જે પૂર્ણ થઇ છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 2.3 લાખ વિદ્યાર્થીઓને બ્રિજ કૉર્ષના પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે માધ્યમિક શાળાના ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અંદાજે એક લાખ વિદ્યાર્થીઓને બ્રિજ કૉર્ષ પહોંચાડવાની સધન કામગીરી હાથ ધરાઇ છે.

ધો. 2થી 5 અને 6થી 8ના પુસ્તકોનો સમાવેશ
અમદાવાદ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત અંદાજીત 1 લાખ 46 હજાર બાળકોને બ્રિજ કૉર્ષ પહોંચાડવાની કામગીરી કાર્યરત છે. જ્યારે અંદાજીત 72 હજાર માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને બ્રિજ કૉર્ષ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ “બ્રિજ કૉર્ષ”માં ઘોરણ 2 થી 5માં ગુજરાતી અને ગણિત વિષય અને ઘોરણ 6થી 8માં ગણિત, ગુજરાતી અને અંગ્રેજી વિષય આધારીત પુસ્તકોનો સમાવેશ થાય છે.