તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • New Academic Session In Schools And All Private government Offices Started With 100% Staff, 848 Cases Of Corona In The State, No Death In 26 District 5 Metropolis

મોર્નિંગ બ્રીફ:સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર અને ખાનગી-સરકારી તમામ ઓફિસો 100% સ્ટાફ સાથે શરૂ, રાજ્યમાં કોરોનાના 848 કેસ, 26 જિલ્લા-5 મહાનગરમાં એકેય મોત નહીં

9 દિવસ પહેલા

નમસ્કાર!
રાજ્યની તમામ ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે શરૂ થશે. સૌરાષ્ટ્ર, મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 5 ઘટના પર રહેશે નજર
1) રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે.
2) રાજ્યની તમામ ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે શરૂ થશે.
3) સૌરાષ્ટ્ર, મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
4) રાજ્યના તમામ જિલ્લા અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવશે.
5) અમદાવાદમાં 50 ટકા AMTS અને BRTS બસો 50 ટકાની કેપેસિટી સાથે દોડશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યના 6 જિલ્લામાં શૂન્ય અને 6 જિલ્લામાં 1થી 5ની અંદર નવા કેસ, 26 જિલ્લા અને 5 મહાનગરમાં એકપણ દર્દીનું મોત નહીં

રાજ્યમાં સતત એક મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 15 માર્ચ બાદ પહેલીવાર 850થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 848 નવા કેસ નોંધાયા છે અને 2 હજાર 915 દર્દી સાજા થયા છે તેમજ 12નાં મોત થયાં છે. રાહતની વાત એ છે કે 6 જિલ્લામાં શૂન્ય અને 6 જિલ્લામાં 1થી 5ની અંદર કેસ નોંધાયા છે તેમજ 7 જિલ્લામાં 1-1 મોત અને અમદાવાદ શહેરમાં 3, સુરત શહેર અને વડોદરા શહેરમાં 1-1 દર્દીના મોત થયા છે. આમ, 26 જિલ્લા 5 મહાનગરમાં એકપણ મોત થયું નથી.
વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીનો ICUની બારીમાંથી કૂદીને આપઘાત, બે દિવસથી ફોન પર કહેતા હતા કે 'મને રજા આપી દો'
વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી દર્દીની આત્મહત્યાનું કારણ અકબંધ છે. જોકે બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદમાં ક્રિકેટ બોલ લેવા ગયેલા 12 વર્ષના બાળકનો મંદિરનો ગેટ ટપવા જતાં પગ લપસ્યો, લોખંડનો ભાલો છાતીમાં ઘૂસી જતાં મોત
અમદાવાદના થલતેજમાં દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ ઘટના બની છે. મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલો 12 વર્ષનો બાળક બોલ લેવા માટે મંદિરની અંદર જવા માટે ગેટ ટપવા ગયો હતો, પરંતુ પગ લપસી જતા દરવાજાનો ભાલો તેની છાતીમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટના મામલે સોલા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

ભરૂચમાં ગેંગરીન ઓફ ઈન્ટેસ્ટાઇનનો પ્રથમ કેસ.
ભરૂચમાં ગેંગરીન ઓફ ઈન્ટેસ્ટાઇનનો પ્રથમ કેસ.

4) ભરૂચમાં કોરોના બાદ મહિલાના આંતરડામાં ગેંગરીન થયું, બે ફૂટ આંતરડું કાઢી જીવ બચાવાયો
ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર બાદ પોસ્ટ કોવિડ દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસના 12થી વધુ કેસો સામે આવ્યા હતા. હવે કોરોનાગ્રસ્ત ડાયાબિટીસથી પીડાતી મહિલાને આંતરડામાં ગેંગરીન ઓફ ઈન્ટેસ્ટાઇન અને મેજેન્ટ્રિક થોમ્બોસીસ બીમારીનો પ્રથમ કેસ નોંધાયો છે. મહિલાનું નાનું આંતરડું ઓપરેશન કરી 2 ફૂટ કાઢી લઈ જીવ બચાવવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગાંધીનગરના સરગાસણમાં ભાડાના મકાનમાં નકલી નોટો છપાતી, પ્રેમી નોટો છાપવા કાગળ લાવતો અને પ્રેમિકા સાઇઝ કટિંગ કરતી
ગાંધીનગરમાંથી થોડા દિવસ અગાઉ પકડી લેવામાં આવેલી રૂ.53.80 લાખની નકલી નોટો પ્રકરણમાં મુખ્ય સૂત્રધારની કડકાઈથી પૂછપરછ કરતાં નકલી નોટોના રેકેટમાં સરગાસણ રહેતી તેની પ્રેમિકાની ભૂમિકા પણ બહાર આવી હોવાથી માણસા પોલીસ દ્વારા પ્રેમિકાને પણ ઝડપી લેવામાં આવી છે. બન્ને પ્રેમી-પંખીડા સરગાસણ ભાડાના મકાનમાં લીવ ઈન રિલેશનશિપમાં રહી નકલી નોટોનું રેકેટ ચલાવતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...