કોલેજની મંજૂરી:રાજ્યમાં નવી 25 ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોલેજની મંજૂરી, 1400 બેઠક વધી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ડિગ્રીની 17 કોલેજની 1 હજાર, ડિપ્લોમાની 7 કોલેજની 400 બેઠકને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઈ)એ રાજ્યમાં 25 નવી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોલેજોને મંજૂરી આપી છે. આમ 18 ફાર્મસી કોલેજની 1 હજારથી વધુ બેઠકો તેમ જ ડિપ્લોમા ફાર્મસીની સાત કોલેજની 400થી વધુ બેઠકો મળી કુલ 1400 બેઠકોનો વધારો થયો છે. અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાટણ, નવસારી, સુરત, ગાંધીનગરમાં નવી ફાર્મસી કોલેજોનો મંજૂરી અપાઈ છે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડો. મોન્ટુકુમાર પટેલે જણાવ્યું કે, ફાર્મસીની બેઠકો વધવાથી ગુજરાત ફાર્મસી ક્ષેત્રે પણ એજ્યુકેશનનંુ હબ બનશે. ગુજરાત દવાના ઉત્પાદનના ક્ષેત્રે મોખરે રહ્યું છે. આપણે સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં બનતી દવાઓ સપ્લાય કરીએ છીએ. મહામારીની સ્થિતિમાં ગુજરાતમાં બનેલી દવાઓ સમગ્ર વિશ્વમાં સપ્લાય કરાઈ હતી. નવી ડિપ્લોમા, ડિગ્રી ફાર્મસી કોલેજોની મંજૂરી મળતા 1400 બેઠકો વધી છે, જેના કારણે ગુજરાતની બહાર વિદ્યાર્થીઓએ ફાર્મસી માટે અન્ય રાજ્યોમાં જવું નહિ પડે.

ગુજરાતના વિદ્યાર્થીઓએ હવે અન્ય રાજ્યોમાં જવું નહિ પડે, ઓછા ખર્ચમાં અભ્યાસ કરી શકશે

નવી બેઠકો પર પ્રવેશ માટેના સ્પેશિયલ રાઉન્ડની ટૂંક સમયમાં જાહેરાત કરાશે

​​​​​​​રાજ્યમાં ફાર્મસી કોલેજોની બેઠકોમાં વધારો થતાં હવે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ પ્રવેશનો સ્પેશિયલ રાઉન્ડ જાહેર કરશે. રાજ્યના શિક્ષણ વિભાગ, ટેકનિકલ શિક્ષણ વિભાગના સત્તાવાળા પાસે આ કોર્સમાં પ્રવેશ કાર્યવાહી કરવા માટેની મંજૂરી લેવામાં આવશે.

અમદાવાદમાં આ ફાર્મસી કોલેજોને મંજૂરી મળી

કોલેજનું નામકોર્સ
મોનાર્ક ફાર્મસી, વહેલાલડીફાર્મ, બીફાર્મ
લોક જાગૃત્તિ કેન્દ્ર યુનિ.બીફાર્મ
નારાયણ શાસ્ત્રી ફાર્મસીબીફાર્મ
વર્ષા ગોસ્વામી ફાર્મસીબીફાર્મ, ડીફાર્મ
સાલ,ભાડજબીફાર્મ
પારુલ કોલેજબીફાર્મ
ઇન્ડસ ઇન્સ્ટિ.ડીફાર્મ, બીફાર્મ
સિલ્વર ઓકડીફાર્મ,બીફાર્મ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...