તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અમદાવાદથી ઈન્દોર માટે 1લીથી નવી ફ્લાઈટ, ભાડું રૂ.2500 નક્કી કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદથી અન્ય શહેરો માટે ફ્લાઈટ ઓપરેટ કરતી એરલાઈન્સ ટ્રુજેટ દ્વારા 1 સપ્ટેમ્બરથી ઈન્દોર માટે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેનું ભાડું રૂ.2500 નક્કી કરાયું છે.

એરલાઈન્સની જાહેરાત અનુસાર સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે આ ફ્લાઈટ અમદાવાદથી રાતે 20.30 વાગે ઉપડી 21.40 વાગે ઈન્દોર પહોંચશે. જ્યારે ઈન્દોરથી રાતે 22.05 વાગે ઉપડી 23.15 વાગે અમદાવાદ પરત ફરશે. બુધવાર અને શનિવારે આ ફ્લાઈટ અમદાવાદથી રાતે 21.00 વાગે ઉપડી 22.10 વાગે ઈન્દોર પહોંચશે. જ્યારે ઈન્દોરથી રાતે 22.35 વાગે ઉપડી 23.45 વાગે અમદાવાદ પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...