તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂના નેટવર્કનો પર્દાફાશ:જેલમાં બંધ ગુજરાતના સૌથી મોટા બુટલેગરનું દારૂનું નેટવર્ક ઝડપાયું, 46 લાખના દારૂ સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ત� - Divya Bhaskar
જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ત�
  • કણભા વિસ્તરમાં વાડોદ ગામની સીમમાં લક્ઝુરિયસ કારમાં દારૂનું કટીંગ થતું હતું.
  • સ્થાનિક પોલીસની જાણ બહાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી દારૂ ઝડપ્યો.
  • દારૂનો ડીલર બંસી હાલ અમદાવાદ પોલીસની કસ્ટડીમાં છે ત્યારે દારૂનો વેપાર તેનો ભાઈ ભૂરો કરતો હતો.

ગુજરાતમાં દારૂના હેરફેર અને બુટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બુટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. હજી થોડા મહિના પહેલા અમદાવાદ જિલ્લાના કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ પકડ્યો હતો. ત્યારે ફરી એક વખત કણભામાંથી 46 લાખનો દારૂ સહિત 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે.

આ દારૂના પકડવાની સાથે ચોંકાવનારી બાબત એ છે કે તાજેતરમાં પકડાયેલા બંસી વતી તેનો ભાઈ આ દારૂનું કટીંગ કરાવતો હતો. જે વિગત સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવી છે. તેની સાથે પોલીસને જાણવા મળ્યું કે, બંસીની ધરપકડ થતા તેનું નેટવર્ક ચાલી રહ્યું છે. જે તપાસમાં બહાર આવ્યુ છે.

46 લાખથી વધુનો દારૂ જપ્ત કરાયો
અમદાવાદ જિલ્લામાં દારૂની હેરા ફેરી માટે અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા પાસેના વડોદ ગામની સીમમાં એસ.એમ.સીની ટીમને બાતમી મળી હતી કે, ત્યાં ટ્રકમાંથી લાખોની કિંમતનો દારૂ અન્ય ગાડીમાં જવાનો છે. જે બાતમીના બાધારે પોલીસને 12,377 દારૂની બોટલ મળી આવી હતી. તેમજ કાર અને અન્ય વાહનો સાથે પોલીસે 46 લાખથી વધુનો દારૂ અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બુટલેગર પોલીસની કસ્ટડીમાં હોવાથી તેનો ભાઈ દારૂનો નેટવર્ક ચલાવતો.
બુટલેગર પોલીસની કસ્ટડીમાં હોવાથી તેનો ભાઈ દારૂનો નેટવર્ક ચલાવતો.

ડીલર બંસીની ગેરહાજરીમાં તેનો ભાઈ નેટવર્ક ચલાવતો
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ બંસી પોલીસ કસ્ટડીમાં છે, પરતું તેનું દારૂનું નેટવર્ક તેના ભાઈ ભૂરાને સોંપ્યું છે. જે આ નેટવર્ક ચલાવે છે. અમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ દારૂનું નેટવર્ક બંસીના ઈશારે ચાલે છે જૅથી તપાસમાં બહાર આવ્યું અને અમે તેનું નામ ખોલ્યું છે.

હાઇટેક ટેકનોલોજીના ઉપયોગથી દારૂનો ધંધો થતો
અમદાવાદમાં જૂની પુરાણી સ્ટાઈલથી નહીં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે રીતસર કંપની ફોર્મેટમાં હિસાબ-કિતાબ રાખીને દારૂનો વેપાર થતો હોવાનું દારૂના ડીલર બંસીની ધરપકડમાં ખુલ્યું છે. તે દારૂનો ધંધા કરવા માટે કોલ સેન્ટરમાં વપરાતી 'જેક' ટેક્નોલોજી વાપરતો હતો. એટલું જ નહીં, ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો. આ સમગ્ર તપાસ સાથે સંકળાયેલા ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું છે કે, દારૂનો ધંધો કંપની ફોર્મેટ હિસાબ રાખવામાં આવતો હતી. તેનો આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં સામેલ છે. જ્યારે આ રેકેટમાં સંકળાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે અને હાલ તપાસ 20 લોકોના નામ ખોલી દીધા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડીને દારૂ ઝડપ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડીને દારૂ ઝડપ્યો

સામાન્ય ટપોરીમાંથી દારૂનો માફિયા બની બેઠો
ગુજરાતમાં હાલ વિનોદ સિંધી સૌથી મોટો દારૂનો ડીલર છે. પણ અગાઉ કમલેશ ભૈયા સાથે સંકળાયેલા બંસી મારવાડીને હાલ કમલેશ ભૈયાની જગ્યા લઈને લતીફ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને તેને કેટલાક બેઇમાન પોલીસવાળા મદદ પણ કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે બંસીને 11 લક્ઝુરિયસ કાર સાથે ડીસીપી ઝોન 5ની ટીમે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સામાન્ય ટપોરીથી લતીફની જેમ તે અમદાવાદમાં દારૂના માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી.

દારૂ પકડાય અને વાહન છોડવું પડે તે પણ ખર્ચનો ઉલ્લેખ
બંસી મારવાડીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું કે, બંસી અમદાવાદમાં એક માત્ર દારૂનો ડીલર હતો. તે વિનોદ સિંધી પાસેથી દારૂ ખરીદતો હતો અને અમદાવાદના અલગ અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો હતો. બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે. જેમાં દારૂ માટે ખરીદેલી ગાડીઓના હિસાબ તેની સાથે દારૂ પકડાય અને પછી કોઈ વાહન છોડીને જવું પડે તે ખર્ચનો પણ ઉલ્લેખ છે. તે કોને કેટલા રૂપિયા ચૂકવ્યા દરેક બાબતનો હિસાબ પોલીસને નામ સહિત મળ્યા છે, જે હવે પોલીસની તપાસમાં બહાર આવશે.

બાતમીના બાધારે પોલીસને 12,377 દારૂની બોટલ મળી આવી હતી
બાતમીના બાધારે પોલીસને 12,377 દારૂની બોટલ મળી આવી હતી

voip સિસ્ટમ વાપરતા તેથી ટ્રેસ કરવા મુશ્કેલ હતા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંસી અને તેના સાગરિતો સીધા કોલ કરવાના બદલે voip સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. તેની સાથે તેઓ કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક (ટેક્નોલોજી)નો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપુરના નંબર ડિસ્પ્લે થતાં હતા. તેમજ કોઈ ટ્રેસ કરી શકતા ન હતા.