સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ:અમદાવાદમાં પાડોશી યુવકે ફરવા જવાનું કહી સગીરાનો ફાયદો ઉઠાવ્યો, અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં 17 વર્ષની સગીરા સાથે તેના પડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચાર્યુ છે. યુવક સગીરાને અલગ-અલગ જગ્યાએ ફરવા લઈ જતો અને ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાને જાણ થતાં તે સગીરા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી છે.

હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને તેની પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો. યુવક સગીરાને લઈને અલગ-અલગ જગ્યાએ ફરવા જતો હતો. યુવકે સગીરાને રિવરફ્રન્ટ અને હોટલમાં લઈ જઈને 8-9 વખત દુષ્કર્મ આચર્યુ છે.

પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ
જોકે, આ મામલે સગીરાએ ઘરે જાણ નહોતી કરી પરંતુ સગીરાને માતાને આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક સગીરાને લઈને માધુપુરા પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં યુવક વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. માધુપુરા પોલીસે પોસ્કો હેઠળની કલમ મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...