તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂની અદાવતમાં હત્યા:અમદાવાદમા બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પાડોશીએ પતિ-પત્નીને છરીનાં ઘા ઝીંક્યા, પત્નીનું સારવાર દરમિયાન મોત

અમદાવાદએક વર્ષ પહેલા
પાડોશીના હુમલામાં મહિલાનું મોત અને પતિ સારવાર હેઠળ - Divya Bhaskar
પાડોશીના હુમલામાં મહિલાનું મોત અને પતિ સારવાર હેઠળ

શહેરના અસારવા વિસ્તારમાં સામાન્ય ઝઘડો લોહિયાળ બન્યો હતો. યુ.એન. મહેતા હોસ્પિટલ પાસે આવેલી ગણપત સોસાયટીમાં પાડોશીએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી પતિ-પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ સારવાર હેઠળ છે. બનાવની પ્રારંભિક વિગત એવી છેકે, આરોપી પાડોશી અને મૃતક મહિલા વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, જે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા પાડોશીએ મહિલા અને તેના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

છરીના બે ઘા મારા દિકરાને માર્યા, મારી વહુને મારી નાંખીઃ મૃતકના સાસું
બનાવ અંગે મૃતકના સાસું સુશિલાબેને જણાવ્યું છેકે, જૂની અદાવતમાં મારા દિકરા અને મારી વહુ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. પહેલા મારા દિકરાને છરીના બે ઘા માર્યા અને ત્રીજો ઘા મારી વહુને માર્યો હતો. બે શખ્સોએ મારી વહુને મારી નાંખી છે અને જતાં-જતાં કહેતા ગયા કે હજી પણ મારીશ.

અન્ય સમાચારો પણ છે...