કરૂણાંતિકા:અમદાવાદના ચાંદખેડાની શુભલક્ષ્મી સોસાયટીમાં કિશોરને કરંટ લાગતા પાડોશી મહિલા બચાવવા ગયા, બંનેના મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વીજ શોક લાગવાથી એક કિશોર સહિત એક મહિલાનું મોત નીપજ્યું છે. શુભલક્ષ્મી સોસાયટીમાં કિશોરને કરંટ લાગતા મહિલા બચાવવા ગયા હતા. ત્યારે તેમને પણ શોક લાગતા મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ કિશોર અને મૃતક મહિલાના ઘરમાં શોકનો માહોલ છવાયો છે.

પાડોશી મહિલા બચાવવા માટે ગયા હતા
મળતી માહિતી મુજબ, મૃતક ઘરનો લોખંડનો ગેટ ખોલવા જતા હતા ત્યારે દરવાજા પાસે આવેલા ઇલેક્ટ્રિક વીજપોલના કારણે શોક લાગ્યો હતો. તેના પાડોશી અર્ચનાબહેન તેમને બચાવવા દોડી ગયા હતા. ત્યારે તેમણે પણ શોક લાગ્યો હતો. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલ બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મૃતકોના નામ
1. બિપિન (ઉ.વ. 11)
2. અર્ચનાબેન દિનેશભાઈ ગુપ્તા (ઉ.વ. 27)

અન્ય સમાચારો પણ છે...