તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:અમદાવાદના વહેલાલમાંથી વેપારીના 7 વર્ષના પુત્રનું પાડોશી સગીરે અપહરણ કરી 30 લાખ માગ્યા, પોલીસે સર્ચ-ઓપરેશન કરી બાળકને હેમખેમ છોડાવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાડોશમાં રહેતા સગીરે વેપારીના પુત્રનું અપહરણ કર્યું
 • આરોપી મૂળ નૈનિતાલનો રહેવાસી છે અને તેના માસા સાથે રહે છે

અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામેથી પાડોશી સગીરે સાત વર્ષના બાળકનું અપહરણ કરી રૂ. 30 લાખની ખંડણી માગી હતી. અપહૃત બાળકના પિતાએ પોલીસને જાણ કરતાં અમદાવાદ ગ્રામ્ય Dy.SP કે.ટી. કામરિયા, વિવેકાનંદનગર PI અને તેમની ટીમ તેમજ LCBની એક ટીમે આખી રાત ઓપરેશન પર પાડી આરોપીને પકડી બાળકને હેમખેમ છોડાવ્યો હતો. સગીરે ઝડપથી પૈસા મેળવવા માટે એક્ટિવા પર બાળકને લઈને ગયો હતો. કણભા પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

સગીર આરોપીએ 30 લાખની ખંડણીની માગ કરી
અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં 7 વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે, તેના પિતા દુકાન ધરાવે છે. તેની પાડોશમાં જ મૂળ હિમાચલપ્રદેશના નૈનિતાલનો રહેવાસી સગીર તેના માસા સાથે રહેતો હતો. સગીરને ઝડપથી પૈસા કમાવવા હોઈ અને તેના પાડોશમાં રહેતો પરિવાર આર્થિક રીતે સુખી હોવાનું માની તેણે બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. સગીરે મંગળવારે સાંજે 5.30 વાગ્યે પાડોશમાં રહેતા વેપારીના 7 વર્ષના બાળકને કોઈ બહાને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી લીધું હતું. રાતે બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂ. 30 લાખની ખંડણીની માગ કરી હતી.

આરોપીએ આવી રીતે અપહરણનું કાવતરુ ઘડ્યુ
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને ભોગ બનનાર એકજ સોસાયટીમાં રહેતા હોવાથી કિશોરે ભોગ બનનારની મિત્રતા કેળવવા અવાર નવાર ચોકલેટ આપી મિત્રતા કેળવી અને ભોગ બનનારના પિતા રીક્ષા ઉપરાંત ઇંડાની લારી ચલાવતા હોવાથી તેમની આવક સારી હોઇ સળતાથી પૈસા મેળવવા બનાવના દિવસે પોતાના જૂના મકાન માલીકનુ એકટીવા દૂધ લેવા જવાના બાહના હેઠળ મેળવી ભોગ બનનારને એકટીવા ઉપર આંટો ખવરાવવાના બહાના હેઠળ બેસાડી ચોકલેટ આપી અપહરણ કરી લઇ ગયેલ અને પોલીસ પકડથી દૂર રહેવા વોટ્સએપ કોલથી ધમકી આપી 30 લાખ રૂપિયાની ખંડણી માગેલ. દરમ્યાન પોલીસ એકટીવ થતા મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી એકટીવા નરોડા નજીક છોડી દઇ અન્ય શટલીયા રીક્ષા મારફતે ભોગ બનનાર સાથે ગેરતપુર રેલ્વે સ્ટેશન ગયેલ પરંતુ રેલ્વે સ્ટેશનથી પોતાના વતનની ટ્રેન ન હોવાથી અને આ દરમ્યાન મોડી રાત થયેલ હોઇ વહેલી સવારના અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પહોચવાના મનસુબા સાથે ભોગ બનનાર બાળક સાથે ખેતરમાં છૂપાઇ ગયેલ. પોલીસે ગુન્હાની ગંભરીતા ધ્યાને લઇ ત્વરીત પગલા લેતા કિશોર ભોગ બનનાર બાળક સાથે પોતાના વતન ઉતરાખંડ પંહોચે તે પહેલા ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂ. 30 લાખની ખંડણી માંગી
બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂ. 30 લાખની ખંડણી માંગી

અંતે 5 લાખમાં ડીલ નક્કી થઈ હતી
પૈસાની માગ કર્યા બાદ પિતાએ પોલીસને જાણ કરી હતી. જેથી Dy.SP કે.ટી કામરિયા, વિવેકાનંદનગર PI વાય. બી. ગોહિલની ટીમો સક્રિય થઈ ગઈ હતી. સગીર સાથે તેના પિતાની વાતચીત પોલીસે ચાલુ રખાવી હતી. રૂ. 30 લાખ પરથી રૂ. 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. અપહરણ કરનાર સગીરે પહેલા બાળક સાથે પોતાનું પણ અપહરણ કર્યાની વાત કરી હતી. જોકે પોલીસને વાત પરથી ખુદ સગીર જ વાત કરતો હોવાનું ધ્યાન પર આવી ગયું હતું.

બાળકને લઈ આરોપી ગેરતપુર-બારેજડી રેલવે-ટ્રેક પર બેઠો હતો
ગ્રામ્ય Dy.SP કે. ટી. કામરિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી પોતાના ફોન પરથી વાત કરતો હતો અને આખી રાત આરોપીને શોધવા ટીમો કામે લગાડી હતી. બાળકને લઈ આરોપી ગેરતપુર-બારેજડી રેલવે-ટ્રેક પર બેઠો હતો. ટાવર લોકેશનના આધારે આખી રાત શોધખોળ કરી હતી. આરોપી ફોન પર ઓછી વાત કરતો હોવાથી પકડવો મુશ્કેલ હતો છતાં આસપાસની માહિતી મેળવી વહેલી સવારે રેલવે-ટ્રેક પરથી બંનેને શોધી કાઢ્યા હતા. આરોપી મૂળ નૈનિતાલનો રહેવાસી છે અને તેના માસા સાથે રહે છે. પૈસા મેળવવા માટે તેણે આખું કાવતરું ઘડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો