અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિંઝોલ ખાતે નવા 100 એમએલડી એસટીપી પ્લાન્ટની મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને અચાનક મુલાકાત લીધી હતી. જેમાં તેમને અનેક પ્રકારની ગેરરીતિ જણાઇ આવી હતી. જે મામલે તેઓએ વિજિલન્સ તપાસ સોંપી હતી. જેમાં અનેક અનિયમિતતાઓ સામે આવતા કોન્ટ્રાક્ટ કંપનીને 5.71 કરોડની મસમોટી પેનલ્ટી લગાવવા માટેના આદેશ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર એચ એન ભટ્ટને 5.71 કરોડની પેનલ્ટી
સૂત્રો મુજબ વિંઝોલના 100 MLD એસટીપી પ્લાન્ટના કોન્ટ્રાક્ટર એચ એન ભટ્ટને 5.71 કરોડની પેનલ્ટી કરવામાં આવી છે. આમાં એને ગેસ થતો નહોતો અને તેના લીધે વીજળી પણ પેદા થતી નહોતી. તેમજ પાણી કરાવીને પાણી છોડવામાં આવતું હોવાની અને રાત્રે પ્લાન્ટ બંધ રહે અથવા બ્લોઅર બંધ રાખવામાં આવતા હોવાનું હોવાની ફરિયાદો થતી હોવાનું જાણવા મળે છે.
ગેરરીતિ મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી
મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી. તેમાં લિકવીડેટેડ ડેમેજીસ અંગે અનિયમિતતા જણાતાં 84.39 લાખ રૂપિયા એલડી તરીકે કપાસ કરવામાં આવી હતી. તદઉપરાંત ટેન્ડરનાં નિયમ પ્રમાણે ક્વોલીફાઇડ સ્ટાફ નહિ મુકવા બદલ 44.66 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ સિવાય ટેન્ડરનાં નિયમ પ્રમાણે એસટીપીમાંથી ટ્રીટ કરી છોડાતાં પાણીનાં પેરામીટર્સ યોગ્ય નહિ જણાતાં 1.25 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે અને છેલ્લે એસટીપીમાંથી નિયત કરાયા પ્રમાણે વીજ ઉત્પાદન નહિ થતુ હોવાથી 3.17 કરોડની મળી કુલ 5.71 કરોડ જેટલી જંગી પેનલ્ટી કરવા કમિશનરે આદેશ કર્યો છે.
ટેન્ડરની શરતો તેમજ નિયમોનુ પાલન થતુ નહોતું
ગત નવેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને અચાનક વિંઝોલ ખાતેના એસટીપી પ્લાન્ટમાં પહોંચી ગયા હતા અને ત્યાં તપાસ કરી તો કોઈ કર્મચારી કે અધિકારી હાજર જોવા મળ્યો નહોતો જેથી કમિશનર ગુસ્સે ભરાયા હતા. મ્યુનિ.નાં ટેન્ડરની શરતો તેમજ નિયમોનુ પાલન થતુ નહોતું તેમ લાગતાં તેમણે સૌપ્રથમ તો એસટીપી ખાતાનાં ઇજનેર કર્મચારીને નોટિસ ફટકારી હતી અને પ્લાન્ટમાં ચાલતા ગરબડ ગોટાળા અંગે વિજીલન્સ તપાસ સોંપી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.