વધુ એક બેદરકારી:કોરોના નેગેટિવ મહિલાને નવ દિવસ પોઝિટિવ વોર્ડમાં રખાતાં મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલની કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી

સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં કોરોના નેગેટિવ દર્દીને 9 દિવસ સુધી પોઝિટિવ દર્દી તરીકે સારવાર કરતાં મોત થયું છે. સિવિલ દ્વારા કરાયેલો મહિલાનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ પણ નોન-કોવિડ વોર્ડમાં ન ખસેડતાં મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.

અસારવા યુથ સર્કલનાં પ્રમુખ સંજય પટેલ જણાવે છે કે, ઇન્દિરાબેનનો 19 નવેમ્બરે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 20 નેવમ્બરે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છતાં તેમને પોઝિટિવ આઇસીયુમાં રખાયા હતા. સગાએ વારંવાર નોન-કોવિડ વોર્ડમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરવા છતાં કરાયા ન હતા અને 29 નવેમ્બરે તેમનું મૃત્યુ થયું.

80 ટકા ફેફસાં કામ કરતાં ન હતાં
સિવિલ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, મહિલા દર્દી 73 વર્ષનાં હતા, દાખલ કરાયા ત્યારથી ફેફસા ખરાબ હોવાથી 15 લિટર ઓક્સિજન પર રાખ્યા હતા. તેમનાં ફેફસા 75થી 80 ટકા કામ કરતા ન હોવાથી ઓક્સિજનની જરૂર વધતાં બાયપેપ પર મુક્યા હતા, ત્યારબાદ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારે તેમને બાયપેપ પરથી હટાવાય તેવી સ્થિતિમાં ન હતા.

અન્ય સમાચારો પણ છે...